જુથવાદમાં આળોટતી કોંગ્રેસ એક પણ બેઠક ન મળી
જામજોધપુર માર્કટીંગ યાર્ડની ચુંટણીાં તા.ર૪ના રોજ યોજાયા બાદ રપમીએ મત ગણતરી હાથ ધરાય હતી. જામજોધપુર મુકામે મુખ્ય ચુંટણી અધિકારી મહેતા આસી. ચુંટણી અધિકારી ચૌધરી તેમજ માર્કેટ યાર્ડના સેકટરી જાવીયાની રાહબરી નીચે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવેલ હતી.
કુલ ચાર પેનલ ૧૪ બેઠક અને ૪પ ઉમેદવાર વચ્ચે ચુંટણી જંગ ખેલાયો હતો જેમાં વેપારી પેનલની ૪ બેઠક હોય ચારેય બેઠક ભાજપ દ્વારા કબ્જુ મેળવાયો હતો. જયારે સહકારી પેનલ બે હોય બન્નેમાં ભાજપે કબ્જે મેળવેલ તથા ખેડુત વિભાગની ૮ હોય જેમાં ૭ ઉપર ભાજપના જુથે કબ્જે મેળવેલ ૧ ઉપર ખેડુત ઉત્કર્ષ સમીતીની ફાળે ગયેલ આમ પુર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા અને પૂર્વ ધારાસભ્ય બિજરાજસિંહ જાડેજાની પુરી તાકાતથી માર્કેટીંગ યાર્ડ પર ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો. જયારે કોંગ્રેસને એક પણ સીટ આવેલ ન હતી કોંગ્રેસ ને જુથવાદને કારણે સતાથી વિમુખ રહેવુ પડયું હતું.
તેમજ જીલ્લા પંચાયત સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી હેમતભાઇ દ્વારા ઉભા કરાયેલ ખેડુત ઉત્કર્ષ સમીતીની પણ રકાસી થયો હતો એક માત્ર હેમતભાઇની જીત થઇ હતી તેમજ પ્રવિણ નારીયા દ્વારા ઉભા કરાયેલ પેનલના સુપડા પણ સાફ થઇ ગયા હતા. જયારે પૂર્વ ધારાસભ્ય બિનરાજસિંહ જાડેજાનો માર્કેટીંગ યાર્ડમાં વટભેર ખેડુત પેનલમાંથી સૌથી વધારે મતે વિજય થયો હતો આજ દિવસ સુધી માર્કેટીગ યાર્ડની સ્થાપના થઇ ત્યાં સુધીથી આજ દિવસ સુધી બિજરાજસિંહ જાડેજા વિજય સતત થયા છે.