રાજકોટ લોકસભાસીટના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા તથા પોરબંદર લોકસભાસીટના ઉમેદવાર રમેશભાઈ ધડુકના ભવ્ય વિજયને વધાવતા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું કે, ભાજપાનો વિજયએ પ્રજાનો વિજય છે વિકાસનો વિજય છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ ગુજરાત તથા દેશમાં ભાજપનો ભગવો લહેરાયો. ગુજરાતમાં ચોતરફ વિકાસ થયો છે.
જેના ફળ સ્વરૂપે ગુજરાતની જનતાએ ભાજપાને ખોબલે ખોબલે મત આપીને ગુજરાતમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી આપીને મોદીની સુનામીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને મતદારોએ મતરૂપી જાકારો આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએને ૩૦૦+ બેઠકો ઉપર પ્રજાએ ખોબલે ખોબલે મત આપીને ફરીવાર નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા સ્પષ્ટ ચુકાદો આપીને કોંગ્રેસની નેગેટીવ રાજનીતિને ફગાવીને કોંગ્રેસને તેની ઔકાત બતાવી દીધી છે. જિલ્લા ભાજપે ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી બદલ મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે.