ગોંડલના માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજન: સોમવારે બ્રીજરાજદાન ગઢવી, માયાભાઈ આહિર, સાંયરામ દવે, ઓસમાણ મીર સહિતના નામી કલાકારોની સંતવાણી: ગુરૂવારે રાજભા ગઢવી, દેવાયત ગઢવી, અનુભા ગઢવી, વિગેરેનો સંતવાણી કાર્યક્રમ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે તારીખ 20-05-2022થી તા.26-05-2022 સુધી શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે. રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા, રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા શ્રી રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા રીબડા ખાતે મહીરાજ હનુમાનજીની પ્રેમ નિશ્રામાં તારીખ 20-05-2022થી શરૂ થઈ રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ ઉપરથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવશે. તારીખ 20-05-2022ને શુક્રવારથી સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કથા શ્રવણ કરી શકાશે. કથા તા 26-05-2022 ને ગુરુવારે વિરામ પામશે.
રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં તા.20-05-2022 ને શુક્રવારે મહીરાજ હનુમાનજી મંદિરથી પોથીજી યાત્રાનું પ્રસ્થાન થશે. તા.23-05-2022ને સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ તારીખ 24-05-2022 ને મંગળવારે ગોવર્ધન પૂજા તેમજ તારીખ 25-05-2022ને બુધવારના રોજ રુક્ષમણિ વિવાહ પ્રસંગ યોજાશે.
રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયેલ છે. તા.23-05-2022ને સોમવારે રાત્રે 9 કલાકે સંતવાણી કાર્યક્ર્મમાં જાણીતા કલાકારો બ્રિજદાન ગઢવી, માયાભાઇ આહીર, સાઈરામભાઈ દવે, નારાયણભાઈ ઠાકર, ઓસમાણભાઈ મિર, ભગવતિબેન ગોસ્વામી, તથા હર્ષ પીપળીયા (રીબડા) સંતવાણી કાર્યક્ર્મમાં સંતવાણી ભજન અને સાહિત્યની વાતો રજૂ કરશે .
તા.24-05-2022ને મંગળવારે જાણીતા કલાકાર દીપકભાઈ જોશી તેમજ ફરિદાબેન મિર સંતવાણી રજૂ કરશે. તા.26-05-2022 ને ગુરુવારે રાત્રે 9 કલાકે જાણીતા કલાકારો રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ, અનુભા ગઢવી, હરદેવભાઈ આહીર, મનસુખભાઇ વસોયા અને હકાભા ગઢવી સંતવાણી ભજન અને સાહિત્યની વાતો રજૂ કરશે .
રીબડા ખાતે મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહોત્સવ ને સફળ બનાવવા તેમજ તમામ ધર્મપ્રેમી જનતાને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી કથાનું રસપાન કરવા માટ રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.