૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: કરિયાવરની વસ્તુ અપાશે
રંગીલા હનુમાન મંદિર ખાતે ૧૫મીથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ જોડાઈ લાભ લઈ રહ્યું છે. ખાસ તો કથા સાથે માતાજીનો ૨૪ કલાકનો માંડવો અને ૧૧ દિકરીઓના સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિકરીઓને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવશે. ખાસ તો રંગીલા હનુમાન મંદિર ખાતે અન્ય પણ ઘણા સેવાકિય કાર્યો કરવામાં આવે છે. શાસ્ત્રીજી સાગરભાઈ દવે એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દ્વારા શ્રીમદ્ ભાગવદ કથા તથા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું રસપાન વિજયભાઈ ભટ્ટ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૧ દિકરીઓના સમૂહ લગ્ન માતાજીનો ૨૪ કલાકનો માંડવો યોજવામાં આવશે. આ ઉપરાંત અવાર-નવાર આ ટ્રસ્ટ દ્વારા સેવાકિય કાર્યો કરાવામાં આવે છે. આ ઉપરાંત રંગીલા હનુમાન મંદિર ખાતે દર શનિવારે બટુક ભોજન જેવી અનેક પ્રકારની પ્રવૃતિઓ ૧૯૭૪થી કરવામાં આવી રહ્યું છે. અંતે ભાવિકોને આમંત્રણ આપ્યું હતું.