ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર જુન-2024 થી રાજયભરની શાળાઓમાં ધો. 6 થી 12 ના શાળા અભ્યાસ ક્રમમાં ભગવત ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે, અને તેના ભાગરૂપે અજમાયસી ધોરણે એક પુસ્તક પણ બહાર પાડેલ છે. આ પુસ્તકના પ્રથમ ભાગમાં વિદ્યાર્થીઓને ગીતાજીના 1 થી 6 અધ્યાય નો પરિચય મેળવશે અને, પુસ્તકમાં આવેલા તમામ એકમમાં આવતા ચછ ઈજ્ઞમય માં શ્લોક નું ગાન પણ મોબાઈલમાં સ્કેન કરીને થઈ શકશે, જેથી વિદ્યાર્થીઓને શુદ્ધ ઉચ્ચારણ કરવામાં મદદરૂપ થાય. મૂલ્ય શિક્ષણની સાથે છાત્રો નૈતિક મૂલ્યો અને સિઘ્ધાંતો જાણે તેવા ઉમદા હેતુ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને જ્ઞાનપ્રણાલી આજના છાત્રો જાણે અને તે પોતે ભારતના સમૃઘ્ધ અને વૈવિઘ્યસભર સંસ્કૃતિ પર ગર્વ લઇ શકે તેવું આયોજન છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષણને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિઘ્ધાંતો આપ્યા છે, તે પૈકી સિઘ્ધાંતોમાં વિદ્યાર્થીઓમાં ભારતની સમૃઘ્ધ, વૈવિઘ્યસભર, પ્રાચિન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ અને પરંપરા પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદભવે તેવા પ્રયાસ કરવા ભાર મુકાયો છે
ભાગવત ગીતા અને સમુદ્ર બંને ઊંડા છે, પણ બંનેની ઊંડાઇમાં એક બહું મોટો ફરક છે.
સમુદ્રની ઊંડાઇમાં માણસ ડુબી જાય છે, અને ગીતાજીની ઊંડાઇમાં માણસ તરી જાય છે
આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારત યુઘ્ધના આરંભે કુરૂક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદરુપે પ્રગટેલી શ્રીમદ્દ ભગવત ગીતા માત્ર એક હિન્દુ પરંપરા નથી પણ સમસ્ત માનવ જાતિ માટે અઘ્યાત્મક અને જીવન વ્યવહારની સમજ આપતો એક અદભુત ગ્રંથ છે. ગાંધીજીએ કહ્યું હતું કે મને જન્મ આપનારી માતા તો ચાલી ગઇ, પણ સંકટ સમયે હું ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જીવનના તમામ પ્રશ્ર્નોના હલ આ મહાન ગ્રંથમાં સમાયેલો છે.
સાંપ્રત સમાજની પથ દર્શક ગીતાજી છે, તે સંર્વાગી વિકાસનો રસ્તો બતાવે, ભેદભાવ મિટાવીને માનવ માત્રમાં એકતાનું નિર્માણ કરે છે. સમગ્ર માનવ જાત માટે હુંફ અને માર્ગદર્શન આપીને દૈવી ભાતૃભાવ નિર્માણ કરે છે. માનવ જાતીના તમામ પ્રશ્ર્નો જેમાં સામાજીક, આર્થિક, રાજકિય, ભૌગોલિક વિગેરેના જવાબો આ એક માત્ર ભગવત ગીતાજીમાંથી મળતા હોવાથી છાત્રોને નાનપણથી ઉચ્ચકક્ષાની સમજ અને જ્ઞાન પ્રાપ્ત થશે. દરેક માનવીને સારી રીતે જીવવા કે માણસમાંથી શ્રેષ્ઠ માનવ બનવા માટે ભગવદ ગીતાને સમજવી જરુરી છે.
શ્રીમદ્દ ભગવત ગીતાએ હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે, તે હિન્દુ ધર્મનો ગણાતો હોવા છતાં ફકત હિન્દુ પૂરતો સિમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ છે. વિશ્વભરના ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન મેળવેલ છે. આપણા ઘણાં ગ્રંથો છે. પણ ગીતાજીનું મહત્વ અલૌકિક છે. તેને સ્મૃતિ ગ્રંથ પણ કહેવાય છે. મૂળભૂત તે સંસ્કૃતમાં રચાયેલી હોવાથી શાળાના અભ્યાસક્રમમાં તેના મૂળ હાર્દ સાથે સરળ શૈલીની સમજ સાથે આપણી ગુજરાતી ભાષામાં લાવવી પડશે. તેનો સમયગાળો ઇ.સ. પૂર્વે 3066 નો મનાય છે. 18 અઘ્યાય સાથે 700 શ્લોક છે. ગીતાજીનો અંગ્રેજીમાં અનુવાદ 1785 માં પ્રકાશીત થયો હતો. મહાત્મા ગાંધીએ અનાસકિત યોગ – ગીતાનો ગુજરાતી અનુવાદ લખ્યો હતો.
વિદેશીઓ ભારતના હિન્દુ ધર્મને ખુબ જ પસંદ કરે છે. વિશ્વના તમામ દેશોમાં ભાગવત ગીતાનું મહત્વ છે. જાપાનમાં પણ ગીતાજીનો પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો. 6 થી 8 અને ધો. 9 થી 1ર માં હવે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો શાળા શિક્ષણમાં સમાવેશ કરાયો છે. શિક્ષકે પ્રાર્થનામાં અને વર્ગમાં તેના અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓને ગીતાના સિઘ્ધાંતો અને મૂલ્યો સમજાવવા પડશે. આગામી નવા શૈક્ષણિક સત્રથી નાનપણથી જ બાળકોને સંસ્કારોના પાઠ ભણાવાશે. છાત્રોને ગીતાજી ના અલગ અલગ ભાગો સાથે શ્લોકો ભણાવાશે.
રૂટીંગ વિષયો સાથે નવા સત્રથી આ એક વધુ પાઠય પુસ્તકના સ્વરુપમાં ગીતાજીનું જ્ઞાન બાળકોને અપાશે અને તેનું મુલ્યાંકન પણ કરાશે. આ નવા અભ્યાસ ક્રમ સંદર્ભે શિક્ષકોને તાલિમ પણ અપાશે, જેમાં તજજ્ઞો દ્વારા બાળકોની વય કક્ષા મુજબ રસ- રૂચિ વલણોને ઘ્યાને લઇને સરળ શૈલીમાં કેમ સારી રીતે શીખવી શકાય તેવી તાલિમ પણ અપાશે જેથી શિક્ષક વર્ગ ખંડમાં આ પ્રકારે શિક્ષણ કાર્ય કરી શકાશે. ગીતાજી સમજવી સાવ સરળ નથી. એના અર્થ ઘણું ગહન હોય છે, કોઇ અભ્યાસુ કે જાણકાર માણસ જ સમજી કે સમજાવી શકે છે. હવે પી.ટી.સી., બી.એડ. કોલેજમાં પણ ભાવી શિક્ષકો માટે તેના અભ્યાસક્રમમાં આ ભગવત ગીતાજીનો વિષય દાખલ કરવો પડશે, જેથી તે જયારે શિક્ષક બને તો બાળકોને સારી રીતે શીખવી શકે. આ બાબતે શિક્ષણનું અધકચરુ જ્ઞાન ન ચાલે જેથી તેને સૌથી પહેલા સજજતાથી જ્ઞાન બઘ્ધ તાલીમબઘ્ધ કરવા જ પડશે.
ભારતીય સંસ્કૃતિના જોડાણથી છાત્રોનો સંર્વાગી વિકાસ થશે
ધો. 6 થી 12 માટે સુંદર કલર ફૂલ સાહિત્ય અને અઘ્યયન સામગ્રીમાં પ્રિન્ટેડ, ઓડિયો, વિઝયુઅલ સાહિત્ય આપવામાં આવશે. વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય અને તેના માઘ્યમથી તેનો સંર્વાગી વિકાસ થાય તેવું આયોજન વિચારાયું છે. ભગવદ ગીતાના પઠન-પાઠનનો કાર્યક્રમ પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ થશે ગીતાજીના સમાવિષ્ટ મૂલ્યો અને સિઘ્ધાંતો બાળકોને સમજ અને રસ પડે તેવી રીતે પરિચય કરાવાશે.
છાત્રોને પાઠય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન સ્વરૂપે શિક્ષણ અપાશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ના ભાગરુપે નવા સત્ર જુન-2024 થી ઘણા ફેરફારો જોવા મળશે. શ્રીમદ્ ભગવત ગીતાનો પરિચય ધો. 6 થી 8 માં પુસ્તકમાં વાર્તા પઠન-પાઠન સ્વરુપે ગીતાનો પરિચય કરાવાશે. ધો. 9 થી 1ર માં પ્રથમ ભાષાના પુસ્તકમાં તેના સ્વરુપને આવરી લેવાશે. શાળાઓમાં ભગવદ ગીતા આધારીત શ્ર્લોકગાન, શ્ર્લોકપૂતિ, વકૃત્વ, નિબંધ, નાટય, ચિત્ર, કિવઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃતિઓ યોજવામાં આવશે. આ પ્રથમ અજમાયસી પુસ્તકમાં કુલ 10 ચેપ્ટર માં ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, અંતિમ દીક્ષા, આને કહેવાય વિદ્યાર્થી, આપણી પરંપરા, સંતુલિત જીવન, ચાણક્યની અલિપ્તતા, સહનશીલતા, મોજીલો કાગડો તથા સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય ? જેવી ચિત્ર વાર્તા સમાવેશ થાય છે.