• =છેલ્લા 24 કલાકમાં 212 તાલુકમાં મેઘમહેર: સૌથી વધુ તાપીના વ્યારામાં 9 ઈંચ જયારે
  • સોનગઢમાં 6.5 ઈંચ જયારે જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં 6 ઈંચ વરસાદ

ગુજરાતમાં નવરાત્રી આંગળીના વેઠે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. ત્યારે ભાદરવે વરસાદે જયારે અષાઢી રમઝટ બોલાવી હોય તેમ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે ગુજરાતના ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુરુવારે સવારે 6 વાગ્યાથી લઈને શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ સોનગઢમાં સાડા છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં છ ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં 19 તાલુકા એવા છે જ્યાં 3થી 9 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.65 તાલુકા એવા છે જ્યાં 1થી 3 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

આ વર્ષે ચોમાસાના આરંભથી જ ભાવનગર શહેર અને જિલ્લામાં સતત વરસાદ તો વરસ્યો પણ ધીમી ધારે વરસતા એક પણ વખત ચાર ઇંચ કે તેનાથી વધુ વરસાદ વરસ્યો ન હતો પણ મેઘરાજા આ વાતને ભુલાવવા માગતા હોય તેમ ગઇ કાલ મોડી રાતથી મન મૂકીને ગોહિલવાડમાં ગાજવીજ સાથે વરસ્યા હતા જેથી ભાદરવાના અંતે ભરપૂર વરસાદ વરસ્યો તેમજ તોફાની વરસાદના ગણાતા હાથિયા નક્ષત્રના પ્રથમ દિવસે જ ગાજવીજ સાથે ભાવનગર શહેરમાં 5 ઇંચ તથા રાજ્યમાં સૌથી વધુ ઘોઘામાં 8 ઇંચ, વલભીપુર, પાલિતાણા અને સિહોરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસી જતા અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા. ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારિયાધાર, જેસર સહિતના વિસ્તારોમાં પણ આજે એક ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

નવરાત્રી પહેલા જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત માટે વરસાદની વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 27 સપ્ટેમ્બર 2024, શુક્રવારે રાજ્યના 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

હજુ બે દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી

સાઇક્લોનીક સર્ક્યુલેશન જે મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગમાં સર્જાયુ છે. જેને લઇ વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે. જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર તેમજ અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા છૂટો છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, ગીર સોમનાથ, તાપી,સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી તેમજ દ્વારાકરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સવારથી મેઘાડંબર 42 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સવારથી મેઘાડંબર સાથે 42 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના બાબરામાં 31 મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં 20 મીમી, જૂનાગઢના ભેંસાણમાં 18 મીમી, અમરેલીમાં કુંકાવવામાં 15 મીમી, સુરતના ઉંમરપાડામાં 15 મીમી, બોટાદના રાણપુરમાં 15 મીમી, જૂનાગઢના વિસાવદરમાં 10 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટના જસદણ, ગોંડલ અને જેતપુરમાં પણ હળવા ઝાપટાં શરૂ થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.