શ્રાવણ માસના છેલ્લા દિવસને ભાદરવી અમાસ કહેવામાં આવે છે. ભાદરવી અમાસના દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો પિપળામાં વાસ હોવાનું મનાય છે. આ પાવન દિવસે પિતૃઓને તર્પણ કરવા માટે પીપળે પાણી રેડવાની એક પરંપરા છે.
જો કે ભાદરવી અમાસના બે દિવસ પૂર્વથી પીપળે પાણી પીવડાવાનું શરૂ કરવામાં આવે છે. આજે પ્રભાસ પાટણ, સિધ્ધપુર, ચાણોદ સહિતના સ્થળોએ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. રાજકોટમાં પણ સવારથી તમામ શિવમંદિરો ખાતે ભાવિકો મોટી સંખ્યામાં પીપળે પાણી પીવડાવવા ઉમટી પડ્યા હતા.