• ગોંડલ, બગસરા, ગીરગઢડા, જૂનાગઢ,
  • રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે અને ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પગલે ગોંડલ શહેરમાં છૂટાછવાયા વરસાદ થયો છે. રાજકોટમાં જિલ્લામાં વરસાદ ફરી શરૂ થયો હતો.

ઊના શહેર અને તાલુકામા સાંજે બે કલાકમા ધોધ માર ત્રણ ઇંચ વરસાદ વરસી જતા રોડ ઉપર જ નીચાણ વાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. રાત્રે 8 સુધીમાં બે કલાકમા 75 મી.મી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ગીર ગઢડા રોડ, એશી ફૂટ રોડ ત્રિકોણ બાગ સામે કોર્ટ બિલ્ડિંગ ની પાછળ એક થી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેમજ આનંદ બજાર જૂના બસ સ્ટેશન વિસ્તારોમા પાણી ભરાઈ ગયા હતા.

ધાંગધ્રા શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક દરિયાલ મંદિર વાડીલાલ આઈસ્ક્રીમ ના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરસાદી પાણી થી સ્મિગ પુલ ની સ્થતી સજાઈ હતી તંત્રની કામગીરી સામે અનેક સવાલો.

ગીરગઢડા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો…આકાશમાં કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું….ગરમી માથી રાહત ઠંડક પ્રસરી..1  ઇંચ થી વધુ વરસાદ ખાબકયો..

ઉના, ગીરગઢડા, મોઠા, દેલવાડા, રાજપરા, ધોકડવા, સામતેર, ખાપટ , વડવિયાળા, નવાબંદર, ગરાળ, ઊમેજ, કેસરીયા, સહીત અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બગસરા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા ભયંકર ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને ગરમીમાં આંશિક રાહત થયેલ હતી. જ્યારે સવારમાં ફરી ભયંકર ગરમીનો સામનો કરતા બપોરના સમય દરમિયાન ફરી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સત્તાવાર આંકડા પ્રમાણે બે ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક નદીનાળાઓ ફરી પાછા છલકાઈ ગયા હતા. તેમજ સાતલડી નદી મા આવેલ ચેક ડેમ પણ ફરી ઓવરફ્લો થયો હતો.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના તમામ તાલુકાઓમાં સતત બીજે દિવસે પણ મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે લોકો વરસાદની મોજ માણતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા, ચોટીલા, મુળી, પાટડી, થાન સહિતના તાલુકાઓમાં પણ ધીમી ધારેથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો હતો.

ધારીમાં બે ઇંચ વરસાદ

ચોમાસાએ વિદાયની ઘડીએ ફરી એકવાર જોરદાર રાઉન્ડ શરૂ કર્યા છે. મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનની ઇફેક્ટ સમગ્ર ગુજરાતમાં ફેલાઇ રહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીમાં અસહ્ય બફારા બાદ ભારે પવન સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.