વહેલી સવારે ભાદર ડુકી ગયો: કાલી ૨૭૦ એમએલડી નર્મદાના નીર નહીં મળે તો વિતરણ વ્યવસ ખોરવાશે

એક તરફ નર્મદા મૈયા રાજકોટને કરવા આવી રહ્યાં છે. તો બીજી તરફ રાજકોટને જરૂરીયાત મુજબ નર્મદાનું પાણી ન મળવાના કારણે શહેરની વિતરણ વ્યવસની ગાડી પાટા પરી ખડી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. આજે સવારે ભાદર ડેમે સો છોડી દીધો છે. તો ન્યારીના પણ છેલ્લા સીન દેખાઈ રહ્યાં છે. હવે નર્મદા જ એક માત્ર આધાર રહ્યો છે.

કોર્પોરેશનના વોટર વર્કસ શાખાના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે રાજકોટને દૈનિક ૨૭૦ એમએલડીની સામે ૨૫૭ એમએલડી જ નર્મદાનું નીર મળ્યું હતું. ઘટ પૂરી કરવા માટે ભાદર અને ન્યારીમાંથી પાણી ઉપાડવાની ફરજ પડી હતી. વહેલી સવારે ભાદર ડેમે સો છોડી દીધો છે. હવે ડેમમાંથી એક ટીપુ પાણી પણ ઉપાડી શકાય તેવી સ્થિતિ ની. બીજી તરફ ન્યારી ડેમનું પણ તળીયુ દેખાઈ ગયું છે. હાલ ખાબોચીયામાંથી માટી નીચવી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. ભાદરની માફક ન્યારી ડેમ પણ ગમે ત્યારે સા છોડી દે તેવી સંભાવના જણાય રહી છે. આજે આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧૧૫ એમએલડી, રૈયાધાર ખાતે ૬૫ એમએલડી, બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૪૫ એમએલડી અને ખંભાળા-ઈશ્ર્વરીયા લાઈન મારફત ૩૨ એમએલડી સહિત કુલ ૨૫૭ એમએલડી પાણી મળ્યું હતું.

ન્યારી ડેમમાંથી ૯ એમએલડી પાણી ઉપાડી વિતરણ વ્યવસ ચલાવવામાં આવી રહી છે. ભાદરમાંથી પણ છેલ્લા ૨ દિવસમાં માત્ર ૯ એમએલડી પાણી ઉપાડી શકાય છે અને આજ સવારી જ સંપૂર્ણપણે પમ્પીંગ બંધ ઈ ગયું છે. કાલી રાજકોટની પાણી વિતરણ વ્યવસ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત ઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.