ચાર વર્ષ બાદ વહેલી સવારે ૭:૩૦ કલાકે ભાદર છલકાયો: ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા ૨ ઈંચ સુધી ખોલાયા
સૌરાષ્ટ્રનો દરિયો ગણાતો ભાદર ડેમ આજે સવારે ૭:૩૦ કલાકે ઓવરફલો થઈ જતાં લોકોમાં જાણે આનંદના ઘોડાપુર આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૧૫માં ઓવરફલો યા બાદ ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ ભાદર આજે ૨૧મી વખત છલકાયો હતો. ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા ૨ ઈંચ સુધી ખોલવામાં આવ્યા છે. હેઠવાસના ૨૨ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર-જવર ન કરવા પણ તાકીદ કરાઈ છે.
મહાપાલિકાના ઈનજેરી સુત્રો તથા સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર રાજકોટ, ગોંડલ અને જેતપુરની પાણીની તથા સિંચાઈની સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૯૫૭-૫૮માં ભાદર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૧૬ કિલોમીટરનો થાવ વિસ્તાર ધરાવતા ભાદર ડેમની સપાટી ૩૪ ફૂટની છે અને ડેમનસી સંગ્રહ શક્તિ ૬૬૪૪ એમસીએફટીની છે. ગઈકાલે ભાદર ડેમ હવાની લહેરકીથી ઓવરફલો થતો હતો. દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં નવું ૦.૧૩ ફૂટની આવક તાં આજે સવારે ૭:૩૦ કલાકે ભાદર ડેમ સત્તાવાર રીતે ઓવરફલો યાની જાહેરાત કરવામાં આવી હતી.
ડેમ બન્યા બાદ ૨૧મી વખત ઓવરફલો યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૫માં ભાદર ડેમ છલકાયો હતો. ત્યારબાદ અપુરતા વરસાદના કારણે ડેમ એક પણ વખત ઓવરફલો થયો ન હતો. ચાલુ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ભાદર ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું નિર ઠાલવવામાં આવ્યું હતું. આજે ભાદર ડેમ ઓવરફલો થયા બાદ પાણીની આવક ચાલુ રહેતા સવારે ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ પાણીની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાતા હાલ ડેમના ૧૫ અને ૧૬ નંબરના દરવાજા ૨ ઈંચ સુધી ખુલ્લા છે. ડેમ ઓવરફલો તાં ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ, ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાણા, ભંડારીયા, ખંભાલીડા, જેતપુરના મોણપર, ખીરસરા, દેરડા, નવાગઢ, રબારીકા, સરધારપુરા, પાંચ પીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણાના તરવડ અને ઈશ્વરીયા સહિત કુલ ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
રાજકોટમાં દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ કરવા માટે ભાદર ડેમમાંથી રોજ ૪૫ એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા આજી-૧, ન્યારી-૧, ન્યારી-૨, લાલપરી-રાંદરડા તળાવ બાદ ભાદર ડેમ પણ આજે ઓવરફલો થઈ જતા શહેરનું જળ સંકટ સંપૂર્ણપર્ણે હલ થઈ ગયું છે. વિશાળ જળ રાશીને નિહાળવા માટે આજે સવારી ભાદર ડેમ સાઈટ પર લોકો ઉમટી પડયા હતા.