ખાણ-ખનીજ અધિકારીએ પણ મોટો વહિવટ કર્યાની ચર્ચા
રેતી માફિયાઓ અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠનો સનિક ગ્રામજનોની રાવ
ઉપલેટા-ધોરાજી પંકમાં ભાદર નદીમાં બેફામ તી રેતી ચોરીમાં સુપેડી નજીક રેતી માફીયાઓ દ્વારા દિવસ-રાત કરાતી ખનીજ ચોરીમાં ઉચ્ચ અધિકારીઓનો પણ ભાગ હોવાનો ચોંકાવનારો આક્ષેપ સુપેડીને સનિક રહેવાસીઓએ લગાવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરોડામાં પણ કેટલાક વગદારોને બક્ષી દઈ ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ લાખોનો વહીવટ કર્યાની વ્યાપક ચર્ચા ઉઠી છે.
જાણવા મળતી વિગતો મુજબ ઉપલેટા અને ધોરાજી પંકમાં ખનીજ માફીયાઓ દ્વારા ભાદર નદીમાંી દિવસ-રાત બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે અને આ રેતી ચોરીમાં મહેસુલ વિભાગના ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીની ભાગીદારી હોવાની ચોંકાવનારી ફરિયાદ સુપેડીના ગ્રામજનો દ્વારા લેખીત ફરિયાદ કરી કલેકટરને રાવ કરવામાં આવી હતી.
દરમિયાન આ મામલે ખાણ-ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારી સુપેડી દોડી ગયા હતા અને ખાણ-ખનીજ વિભાગનો કાફલો આવતા જ રેત માફીયાઓની ખનીજ ચોરી ખુલી પડી હતી. જો કે, આ દરોડાની કાર્યવાહીમાં પણ કેટલાક વગદારોને બક્ષી દઈ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ એક જ વ્યક્તિ સામે કેસ નોંધાવી ‚ા.૪૦ લાખની ખનીજ ચોરી કરવામાં આવી હોવાની તેમજ ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતું લોડર મશીન અને અન્ય એક હિટાચી મશીન લઈને ખનીજ ચોરો નાસી છૂટયા હોવાનું પોલીસ ફરિયાદમાં સત્તાવાર રીતે જણાવાયું છે.
બીજી તરફ સનિક લોકોએ ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી મોટા-મોટા વહીવટો કરી રેતી ચોરીને પ્રોત્સાહન આપતા હોવાનું અને અનેક મોટા માાઓને બક્ષી દીધા હોવાનું જણાવી રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com