ડોંડીમાં ૨૧॥ફૂટ, વાછપરીમાં ૧૧॥ફૂટ, આજી-૨માં ૯.૩૫, આજી-૩માં ૯.૪૨ ફૂટ, ૮॥ફૂટ, ૧૩॥ફૂટ, કંકાવટીમાં ૭ ફૂટ પાણીની આવક

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે વરસેલા વરસાદના કારણે ભાદર, આજી, ન્યારી સહિતના ૧૯ જળાટોમાં નવા નીરની આવક વા પામી છે. સૌી વધુ પાણી ડોંડી ડેમમાં ૨૧.૪૯ ફૂટ આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હજુ પાણીની ધીમી આવક ચાલુ છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૯ જળાશયોમાં નવા નીરની આવક વા પામી છે. જેમાં ભાદર-૧ ડેમમાં ૦.૦૩ ફૂટ, આજી-૧ ડેમમાં ૦.૭૫ ફૂટ, આજી-૨ ડેમમાં ૯.૩૫ ફૂટ, આજી-૩ ડેમમાં ૯.૪૨ ફૂટ, ડોંડીમાં ૨૧.૪૯ ફૂટ, વાછપરીમાં ૧૧.૪૮ ફૂટ, ડેમમાં ૦.૪૯ ફૂટ, ડેમમાં ૮.૫૩ ફૂટ, લાલપરીમાં ૩.૮૧ ફૂટ પાણીની આવક વા પામી છે. મોરબી જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૪.૯૫ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૨.૩૩ ફૂટ, ડેમમાં ૧૩.૪૫ ફૂટ, બંગાવડીમાં ૩.૨૮ ફૂટ, બ્રાહ્મણીમાં  ૦.૧૦ ફૂટ, જામનગર જિલ્લાના કંકાવટી ડેમમાં ૭.૦૯ ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ડેમમાં ૦.૮૩ ફૂટ, વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં ૦.૭૦ ફૂટ, લીંબડી ભોગાવો-૧માં ૦.૫૨ ફૂટ અને ત્રિવેણી ઠાંગા ડેમમાં ૦.૬૬ ફૂટ પાણીની આવક વા પામી છે. આ લખાય રહ્યું છષ ત્યારે તમામ ડેમમાં ધીમીધારે હજુ પાણીની આવક ચાલુ જ છે.

bhadar,-aaji-and-nayyar-including-7-reservoirs-came-new
bhadar,-aaji-and-nayyar-including-7-reservoirs-came-new

ન્યારી-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક, બપારે સુધીમાં ૮૦ ટકા ડેમ ભરાશે

ન્યારી-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની ધોધમાર આવક થઈ છે. વહેલી સવારે ડેમ ૫૦ ટકા જેટલો ભરાઈ જવા પામ્યો હતો. આ ડેમ બપોર સુધીમાં ૮૦ ટકા જેટલો ભરાઈ જવાનો હોવાથી અહેવાલો મળી રહ્યાં છે. ઉપરાંત જો વરસાદ કાલ સુધી આ રીતે જ ધોધમાર વરસતો રહેશે તો ડેમ ઓવરફલો પણ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.