બહેન બીમાર હોવાના બહાને બનેવીએ અંજાર લઇ જઇ હવસખોર મોટા ભાઇ હવાલે કરી: ત્રણ સામે નોંધાતો ગુનો
પૂર્વ કચ્છના ભચાઉ નજીક આવેલા નીલપર ગામની સગીરાનું બનેવીએ ખોટુ બહાનું કરી અપહરણ કર્યા બાદ અંજાર ખાતે હવસખોર પોતાના મોટા ભાઇ હવાલે કરતા તેને પાશવી બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સામખીયાળી પોલીસે પિતા-પુત્ર ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજાર ખાતે રહેતા મહેશ રામજી હથીયાણી, રાહુલ રામજી હથીયાણી અને તેના પિતા રામજી છગન હથીયાણી સામે સામખીયાળી પી.એસ.આઇ. જયેશ ગઢવી અને એએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે બળાત્કારનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
ભચાઉ નજીકના નીલપર ગામે રહેતી સગીર બાળાને તેની બહેન બીમાર હોવાનું કહી બનેવી રાહુલ રામજી હથીયાણી પોતાની સાથે અંજાર લઇ ગયા બાદ તેના મોટા ભાઇ મહેશ રામજી હથીયાણીને સોપી દેતા તેને બળાત્કાર ગુજાર્યાની અને તેના પિતા રામજી છગને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.