ભચાઉ સમાચાર

ભચાઉ તાલુકાના નેર અમરસર ગ્રામ પંચાયતની હદમાં આવતા કડોલ તરફના નમક અગરોને હવે મીઠી જમીન ઉપર પણ માથાભારે તત્વો દ્વારા દબાણ કરી બનાવવામાં આવી રહ્યાની લેખિત ફરીયાદ ગ્રામ પંચાયતે જિલ્લા પ્રશાસનને કરી છે. દબાણ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પત્રમાં માંગ કરવામાં આવી છે.

કચ્છના નાના મોટા રણમાં હાલ મોટા પાયે મીઠાનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમાં અનેક સ્થળે ગેરકાયદે કબ્જો જમાવી અઢળક મીઠું પકવવામાં આવી રહ્યાની ફટીયાદો ઉઠતી રહે છે. આ વચ્ચે ભચાઉ પ્રાંત અધિકારી, જિલ્લા મોજણી અધિકારી અને ભચાઉ મામલતદારને ખુદ ગ્રામ પંચાયત દ્વારા મીઠાના અગર બનાવી દબાણ થતું હોવાની લેખિત ફરિયાદ કરાઈ છે. જેમાં વધતા જતા દબાણ મુદે નેર ગામના સરપંચ દેવશીભાઈ રબારી અને ઉપસરપંચ સામતભાઈ આહીર દ્વારા પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે ઉપ પ્રમુખ સામત આહીરના જણાવ્યા પ્રમાણે નેર અમરસરની સર્વે નંબર 587 વાળી સરકારી ટાવર્સ પૈકીની
સરકારી જમીન ઉપર મોટા પાયે દબાણ કરાયું છે. આ દબાણો અટકાવવા જમીનની માપણી કરાવવા માંગ કરવામાં આવી છે. હાલમાં આ જમીન ગોચર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યાં 15 હજારથી વધુ નાના મોટા પશુઓ લાભ લેતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ગની કુંભાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.