ભચાઉ સમાચાર
ભચાઉ તાલુકાના મનફરા ગામે જન્મેલા જૈન સમાજના આદરિય વડીલ શ્રીમદ વિજય મુક્તિ ચંદ્ર સુરી સ્વરજી મહારાજ સાહેબ આજે કાળધર્મ પામતા મનફરા ખાતે તેમની અંતિમવિધિ યોજાઈ હતી. જૈન સંતની પાલખિયાત્રામાં સમગ્ર કચ્છમાંથી જૈન સ્રાવકો જોડાયા હતા અને જૈનમ જયંતિ શાશનમ અંત રાહોના નાદથી વાતવરણ ગજવ્યો હતો.
શ્રીમદ વિજય મુક્તિ ચંદ્ર સુરી સ્વરજી મહારાજ સાહેબનો જન્મ વર્ષ 1946માં સોમવારના દિવસે થયો હતો. કચ્છ, ગુજરાત , તામિલનાડુ અને કર્ણાટક આદિ સ્થળોએ પ્રતિષ્ઠા, સામૂહિક ઉપધાન, ઓળો સહિતના ધાર્મિક પ્રસંગો કર્યા હતા. ગઈકાલ સોમવારના દિવસેજ 78 વર્ષની આયુમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. સદગત મહારાજ સાહેબની જૈન સંપ્રદાયની પરંપરા મુજબ આજે મંગળવાર સાંજે શાંતિ નિકતેન ઉપાશ્રય ખાતેથી પાલખી યાત્રા નીકળી હતી જેમાં ભૂજ, અંજાર, ગાંધીધામ અને વાગડ વિસ્તારના ગામોથી જૈન સમાજના અંદાજીત 2 હજારથી વધુ ભાવિકો જોડાયા હતા.
ભચાઉ તાલુકાના મનફરા સ્થિત શાંતિ નિકેતન સામેના પાંજરાપોળ નજીક પ્લોટમાં સદગતની અંતિમવિધિ યોજાઈ હતી. તેમના અગ્નિદાહ માટે મોટી રકમની બોલી લગાવી મનોહરીબેન વૈદએ લાભ મેળવ્યો હતો. મનફરા સંઘના પ્રમુખ અને ટ્રસ્ટી ચંદુલાલ કલ્યાણજી સાવલા, મંત્રી પુનશી જગશી ડેઢિયા, મુરજી ડેઢિયા અને પ્રેમજી નાયા સાવલા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. પ્રખર વક્તા અને જ્ઞાનના મહાસાગર સાહેબના અંતિમ દર્શનથી જૈન સમાજના ભાવિકો ભાવવિભોર બન્યા હતા.