- રેવન્યુ તથા વનવિભાગ અને પંડિત દિનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો
- કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ- શિવુભા જાડેજા
- સમગ્ર મામલે અરજદાર શિવુભા જાડેજા દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરાઈ
Bhachau : દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા 19 કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવ્યા છે. તેમજ ઓરસ ચોરસ 30 થી 35 હજાર એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ સોલ્ટનો કબજો કરવામાં આવ્યો છે. તેમજ ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે તેવા આક્ષેપો અરજદાર શિવુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, ખરાઈ ઊંટનું ચરીયાણ ઝરીયાના જંગલોનું વિનાશ કરી નાખવામાં આવેલ છે તેમજ ઓરસ ચોરસ મોટાપારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે. જેથી તેમના દ્વારા વહીવટી તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા 19 કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવ્યા છે. તેમજ ઓરસ ચોરસ 30 થી 35 હજાર એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ સોલ્ટનો કબજો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે તેવા આક્ષેપો શીવુભા જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે.
ખરાઈ ઊંટનું ચરીયાણ ઝરીયાના જંગલોનું વિનાશ કરી નાખવામાં આવેલ છે ઓરસ ચોરસ મોટાપારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે. તેમજ સરકાર દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે. આ ઉપરાંત સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શીવુભા જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નકોર પગલા લેવા નહી આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉતારી હતી. હવે આ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી વન વિભાગના RFO તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અહેવાલ : ગની કુંભાર