હરીયાણા રાજ્યમાં ખુન જેવા ગંભીર પ્રકારનો ગુનો કરી નાશી જનાર (ત્રણ) આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ . પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકથી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા નાઓએ હરીયાણા રાજ્યના રેવાડી જીલ્લાના ધારૂડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૦૩૨૧/૨૦૨૩ ઇ.પી.ડો ૩૦૨,૩૪૬,૩૬૫,૨૦૧ મુજબના ગુના ડામેના આરોપીઓ અપહરણ કરી ખુન કરી નાશી ગયેલ હતા.
હરીયાણા રાજ્યની કાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર સુમેરસિંહ અને પોલીસ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન આવી રિપોર્ટ આપતાં સદર હું ગુના કામેના આરોપીઓની ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ આધારે ખાનગી રાહે બાતમી હક્કીકત મેળવેલ કે ઉપરોકત ગુના કામેના આરોપીઓ ભચાઉ ટાઉન વિસ્તારમાં સીતારાપુરા વિસ્તા૨માં એક મકાનમાં છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળતાં તુરત જ વર્ક આઉટ કરી જરૂરી સ્ટાફ સાથે સદર બાતમી હકીકત વાળી જગ્યા કોર્ડન કરી તપાસ કરતાં (ત્રણ) આરોપીઓ મળી આવતાં પકડી પાડયા હતા . હરીયાણા રાજ્યના રેવાડી જીલ્લાના ધારૂહેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના ડામેના આરોપીઓને આગળની કાર્યવાહી માટે હરીયાણા રાજ્યની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવ્યા પડાયેલ આરોપીઓ
(૧) સ્વીસિંહ વિક્રમસિંહ ઉ.વ ૨૯ મુળ રહે.હરાનપુર જી.પલવલ (હરીયાણા) હાલે રહે સીતારામપુરા ભચાઉ (૨)રોહીતસિંહ વિક્રમસિંહ ઉ.વ ૨૬ મુળ રહે.હસનપુર જી.પલવલ (હરીયાણા) હાલે રહે સીતારામપુરા ભચાઉ (3)મોહીસિંહ ગબ્બરસિંહ ઉ.વ ૨૪ મુળ રહે.હરાનપુર જી.પલવલ ( હરીયાણા) હાલે રહે સીતારામપુરા ભચાઉ આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરથી એસ.જી.ખાંભલા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઈ બાબુલાલ મિયોત્રા તથા એ.એસ.આઇ ચેતનભાઇ એચ પરમાર તથા સર્વેલન્સ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ઇક્બાલખાન આર નાગોરી તથા પો.કોન્સ ભાવેશજી ડાભી તથા દિનેશભાઇ ગજ્જર જોડાયા હતા.