Bhachau :સીમમાં આવેલા કાલરીયા ખેતરમાંથી રસ્તો કાઢવા મુદ્દે બોલાચાલી કર્યા બાદ ઉશ્કેરાયેલા ઇસમે ખેડૂતની કારમાં રાખેલી રૂપિયા 2.74 લાખની રોકડ ભરેલી થેલી લઇ કારને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત ખેતરમાં બાજરીના પાક અને પાઇપલાઇનમાં નુકશાન પણ પહોંચાડયું હતું. આની જાણ ખેડૂતે ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું.
નવી ભચાઉમાં રહેતા 62 વર્ષીય ખેડૂત કાનજી પરબત ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 17/9 ના બપોરે તેઓ ઘરે હતા ત્યારે કાના રબારીએ ફોન કરી જણાવ્યું હતું કે તમે તમારા કાલરીયા ખેતરે આવો. અને ત્યારબાદ તેને કહ્યું કે અમારે રસ્તો કાઢવો છે અને અમે ખેતરમાં ટ્રેક્ટર ચલાવશું. તેમ કહેતાં તેમણે મામલતદાર સાથે વાત કરી.અને તે જેમ તેમ બોલતો હતો. ત્યારબાદ સાડા ચાર વાગ્યે તેઓ પોતાની કાર લઈ ખેતરે ગયા હતા. ત્યારે તેમણે હોજના કામ પેટે ચૂકવવાની રૂપિયા 2.74 લાખની રકમ એક થેલીમાં કારમાં સીટ ઉપર રાખી હતી. તે દરમિયાન ત્યાં આવેલા કાના રબારીએ કારનો કાચ તોડી રૂ.2,74,000 રોકડ ભરેલી થેલી ચોરી અને કારને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત બાજરાના પાકમાં તેમજ ખેતરમાં લાગેલી પાઇપ તોડી રૂ.10,000 નું નુકશાન પણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. તેમજ તેમની ફરીયાદના આધારે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ તપાસ PSI જે.જે.ત્રિવેદી ચલાવી રહ્યા છે.
ગની કુંભાર