- રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક હોટેલ પાછળ ચાલતાં ગેસ બોટલ કૌભાંડનો LCB પોલીસે પર્દાફાશ કર્યો
- બે શખ્સને રૂપિયા 63,000ના 29 બોટલ સાથે પકડી પાડ્યા
- કુલ રૂપિયા 21,92,523નો મુદ્દામાલ જપ્ત કરાયો
- આ અંગે વઘુ તપાસ પોલીસે હાથ ધરી
ભચાઉ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક હોટેલ પાછળ ચાલતાં ગેસ બોટલ કૌભાંડનો LCB પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન બે શખ્સને રૂપિયા 63,000ના 29 બોટલ સાથે પકડી પાડ્યા હતા. તેમજ તેમાં રહેલ ગેસ એમ કુલ રૂપિયા 21,92,523નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે ખરેખર નીતિમતાથી તમામ હોટેલોની કડક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે વઘુ તપાસ પોલીસે હાથ ધરી
મળતી માહિતી મુજબ, ભચાઉ તાલુકાના નવા કટારિયાથી સામખિયાળી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક હોટેલ પાછળ ચાલતાં ગેસ બોટલ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. તેમજ શખ્સને રૂપિયા 63,000ના 29 બોટલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવા કટારિયા પાટિયાવાળા રોડથી સામખિયાળી તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલી એક હોટેલમાં ગેસના બોટલનું કૌભાંડ ચાલતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે ગત મોડીરાત્રે કાર્યવાહી કરી હતી.
તેમજ આ હોટેલ પાછળ ઊભેલાં ટેન્કર નંબર GJ-12-AY-5632ના વાલ્વ પાસે ઊભા રહી બે શખ્સ તેમાંથી ગેસ કાઢતા જણાયા હતા. તેમજ હોટેલ ચલાવનાર મૂળ રાજસ્થાનના ગજેન્દ્રસિંહ શ્યામસિંહ શેખાવત તથા ટેન્કરચાલક મહમદ શાહબુદ્દીન મહમદ રહમત હુસેન શેખને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગજેન્દ્રસિંહ નામનો શખ્સ તેની હોટલે આવતાં ટેન્કર ચાલકોને પૈસાની લાલચ આપી તેમના વાહનોમાંથી ગેસ કાઢી બારોબાર વેચતો હતો. તેમજ આ ટેન્કરના વાલ્વમાં નોઝલ લગાડી તેના બીજા છેડે પાંચ નળી રાખી આ પાંચ નળીથી ગેસના બોટલ રિફિલિંગ કરવામાં આવતા હતા.
ટેન્કરચાલકે કંડલાથી પ્રોપેઇન નોન ડોમેસ્ટિક ગેસ ભરી વાંકાનેર બાજુ જવાનો હતો. આ વાહનમાં 16.045 ટન ગેસ ભરેલું હતું. તેમજ આ જગ્યાએથી 5 ભરેલા અને 24 ખાલી એમ કુલ 29 બોટલ કિંમત રૂપિયા 63,000ના બોટલ તથા નોઝલ, ટેન્કર, તેમાં રહેલ ગેસ એમ કુલ રૂપિયા 21,92,523નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ હાઇવે હોટેલો ઉપર લગભગ તમામ પ્રકારની ચોરીના બનાવોને અંજામ અપાય છે, ત્યારે ખરેખર નીતિમતાથી તમામ હોટેલોની કડક તપાસ હાથ ધરવામાં આવે તો અનેક કૌભાંડ બહાર આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગજેન્દ્રસિંહ નામનો શખ્સ ગેસના બોટલ કોને વેચતો હતો તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
અહેવાલ : ગની કુંભાર