- કસ્ટમ ચાર રસ્તા વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
- મીઠું ભરેલા ડમ્પરે બાઇક ચાલકને લીધો અડફેટે
- 36 વર્ષીય પ્રભુ વરચંદનું મો*ત
ભચાઉના કસ્ટમ ચાર રસ્તા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વેરાઈ કૃપા હોટલ સામે મીઠું ભરેલા ડમ્પરે એક બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે 36 વર્ષીય પ્રભુ વરચંદ મૃતક બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની વિગતો મુજબ, દુધઈ રોડ તરફથી આવતા મીઠા ભરેલા ટ્રેલરના બ્રેક ફેલ થતાં તે પહેલા કસ્ટમ બ્રિજ પાસે ઊભેલી રિક્ષાઓ સાથે અથડાયું હતું. ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું.
ટ્રેલરે એક કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. તેમજ બેકાબૂ વાહન છેવટે હંગામી આવાસ પાસે અટકી ગયું હતું. નોંધનીય છે કે છેલ્લા બે માસમાં માલવાહક ડમ્પર દ્વારા થયેલી આ ત્રીજી દુર્ઘટના છે.
અનુસાર માહિતી મુજબ, ભચાઉના કસ્ટમ ચાર રસ્તા વિસ્તારમાં ગુરુવારે બપોરે એક વધુ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેરાઈ કૃપા હોટલ સામે મીઠું ભરેલા ડમ્પરે એક બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. તેમજ અકસ્માત એટલો ભયાનક હતો કે મૃ*તક બાઇક ચાલકની ઓળખ પણ થઈ શકી નથી.
દુધઈ રોડ તરફથી આવતા મીઠા ભરેલા ડમ્પરના બ્રેક ફેલ થતાં તે પહેલા કસ્ટમ બ્રિજ પાસે ઊભેલી રિક્ષાઓ સાથે અથડાયું હતું. ત્યારબાદ વેરાઈ કૃપા હોટલ તરફના સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં દોડી ગયું હતું. ડમ્પર એક કાર સાથે અથડાયા બાદ બાઇક ચાલકને કચડી નાખ્યો હતો. ત્યારબાદ બેકાબૂ વાહન છેવટે હંગામી આવાસ પાસે અટકી ગયું હતું.
ભીમા કોરેગાવ સેનાના તાલુકા પ્રમુખ સુરેશ કાંઠેચાએ જણાવ્યું કે, ઓવરલોડ મીઠાના કારણે આ અકસ્માત સર્જાયો છે. તેમજ તેમણે મૃ*તકના પરિવારને વળતરની માંગ સાથે કસ્ટમ સર્કલ પર ચક્કાજામની ચીમકી આપી હતી. નોંધનીય છે કે છેલ્લા 2 માસમાં માલવાહક ડમ્પર દ્વારા થયેલી આ ત્રીજી દુર્ઘટના છે.
તેમજ સ્થાનિક રહીશોએ માલવાહક વાહનો માટે બાયપાસ માર્ગની માંગણી કરી છે. ભચાઉ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અકસ્માતના બે કલાક બાદ અવરલોડ વાહનો પર ચકાજામ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : ગની કુંભાર