ભુજમાં 2 અને ભચાઉમાં 1.5ની તીવ્રતાનો આંચકો

સૌરાષ્ટ્ર કચ્છમાં એક બાદ એક આફત આવતી રહે છે. એકબાજુ કોરોના અને મ્યુકર માઇકોસિસની મહામારી ત્યારબાદ વાવાઝોડું અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકપનાં આંચકા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ભુજ અને ભચાઉમાં એક-એક આંચકો અનુભવાયો હતો અને લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 3:04 વાગ્યે ભુજથી 17 કિમિ દૂર 2.0ની તીવ્રતાનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ સવારે 4:56 કલાકે ભચાઉથી 9 કિમિ દૂર 1.5ની તીવ્રતાના આચકનું કેંદ્રબિંદુ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

વારવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આવા આચકનો લોકોને અનુભવ થતો રહેશે. આવા આંચકાથી લોકોએ ગભરાવાની જરૂર નથી.

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં થઇને કુલ 30થી વધુ આંચકાનો લોકોએ અનુભવ કર્યો છે. તાઉ-તે વાવાઝોડાના સમયે ઉનામાં 4.પની તિવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેની અસર સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.