છ લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા , પોલીસે સાત શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો
ભચાઉના વસતવા ગામે બે પક્ષો વચ્ચે જૂના મનદુખના પ્રશ્ન સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું.આ મારામારીની ઘટનામાં છ લોકોને ઈજા પહોંચતા સારવાર ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મારામારી કરનાર સાત લોકો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વિગતો મુજબ વસતવા ગામે રહેતા રણજીતસિંહ રામસંગજી જાડેજાએ પોતાની ફરિયાદમાં અરોપીમાં તેના જ ગામના બહાદુરસિંહ જાડેજા,રૂપસંગ જાડેજા,હેમંતસંગ જાડેજા, જુવાનસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા વિરમજી જાડેજા અને ખાનુભા જાડેજાઓના નામો આપ્યા હતા. જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સાંજના સમયે જાલમસંગ જાડેજા અને રૂપસંગ જાડેજા સાથે બસ સ્ટેન્ડ નજીક બેઠા હતા ત્યારે સાથે આરોપીઓ ત્યાં ધોકાભાઈ સાથે ઘસી આવ્યા હતા અને થોડા સમય પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખી ગાળો આપવા લાગ્યા હતા.
જેમાં તેને ગાળો આપવાની ના પાડતા સાથે શક્ષોએ લોખંડના ધોકા પાઇપ વડે ફરિયાદી રણજીતસિંહ તેની સાથેના રાજુભા જાડેજા,બહાદુરસિંહ પરમાર, જાલુભા પરમાર,જાલમસંગ જાડેજા અને રૂપસંગ જાડેજાઓને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે સાતેય શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.