ભુજ ભચાઉ હાઇવે રોડ ખખડધજ ખાંડાનાં કારણે અકસ્માત સર્જાયો જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ આજે સવારે ૬ વાગ્યે આમરડી નજીક ભચાઉ તરફથી હોન્ડા ચાલક અને સામેથી આવતી બોલેરો અથડાયા હતા. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતું.
મૃતક યુવાનનું નામ ઈબ્રાહિમ છે જેની ઉંમર ૨૩ની છે. આ યુવક કચ્છનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ આજુ બાજુના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોએ આ રોડની બિસ્માર હાલતનાં અકસ્માતનું કારણ ગણાવ્યું હતું. આ રોડના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે પણ તંત્ર ઘોર નિદ્રામાં પોઢી રહ્યા છે તેવા લોકોના આક્ષેપ છે.
થોડા દિવસ પહેલા પણ આંબરડી ગામ નજીક ત્યાં જ અકસ્માત સર્જાયો હતો જ્યાં હોન્ડા ચાલક નું ઘટના સ્થળે મોત થયુ હતું