નો યોર ડિફેન્સ ફોર્સિજ થીમ પર યોજાશે ડિફેન્સ યુથ ફિએસ્ટા: વિઘાર્થીઓ ‘અબતક’ના આંગણે
રાજકોટના જાણીતા બી.એચ.ગાર્ડી કોલેજ ઓન એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે ભવ્યતિ ભવ્ય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે નો યોર ડિફેન્સ ફોસિંજ થીમ આધારીત ૫૦૦ થી વધુ વકીંગ પ્રોજેકટ પર ગાર્ડી કોલેજના વિઘાર્થી દ્વારા રજુ કરવામાં આવશે. જેમાં આર્મીનેવી, એફોર્સ, બી.એસ.એફ.એન.સી. સી.સી. આર. પી.એફ. અને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ શસ્ત્રનું (સરંજમ) ભવ્ય પ્રદર્શન ગોઠવવામાં આવશે. તેનું અબતક ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન માહીતી આપી હતી.
બી.એચ. ગાડી કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રકારના વર્કશોપ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં આઇ.પો.ટી. (ELECTRODUUINO) (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ઇલેકટ્રોનિક, આર્મ કોટેક્ષ (ARM CORTEX) અને નોન ડિસ્ટકિટવ ટેસ્ટીંગ (NON DESTROCTIVE) વર્કશોપનો સમાવેશ થાય છે. આ વર્કશોપ કોમ્પ્યુર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેકટ્રીકલ અને સીવીલ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત કરવામાં આવેલ છે. તથા રોબો વોર કરવામાં આવશે. મિકેનીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા રોબો વોર કોમ્પિટિશન કરવાનો મુખ્ય હેતુ રોબોટનું નોલેજ અને સ્ટુડન્ટને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવાનું છે.
આર્મી અને નેવીના મોડેલ બેઇઝ પ્રોજેકટમાં સ્ટુડન્ટ દ્વારા એન્ટી એરક્રાફટ મિસાઇલ લોન્ચર, રડાર વિથ ૩૬૦ વિઝન, કમફોર્ટ હેલ્મેન્ટ અને વોટર કુલીંગ જેકેટ જેવા વિવિધ પ્રકારના વકિંગ મોડેલ બનાવવામાં આવ્યા છે. જે બી.એચ. ગાર્ડી કોલેજના વિઘાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.
આ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં એસરોના વયાખ્યાન તથા આર્મી નેવી અરે એરફોર્સ ની તકનીકી માહીતી આપવામાં આવશે. તથા દરરોજ રાત્રે ૮ કલાકથી ૧૦ કલાક સુધી જુદી જુદી કલચરણ ઇવેન્ટ યોજશે.