માનસિક તણાવને કારણે ત્વચા પર આંખોની નીચે કાળા કુંડાળા, નાની વયે ચહેરા પર કરચલી પડવી, વાળ ખરવા અકાળે સફેદ વાળ થવા જેવા વિવિધ લક્ષણો જોવા મળે છે
માનવીનું શરીર એ ખૂબજ મૂલ્યવાન છે. ત્યારે આ મૂલ્યવાન સંપત્તિની જાળવણી કરવામાં કયાંકને કયાંક અકચાણ રહી જતી હોય છે. અને તેના માટે જવાબદાર છે તણાવ માનવીની ભાગદોડ તેમજ સતત ટેન્શનથી ભરેલ જીંદગીમાં તેના ટેન્શનની અસર તેના શરીર પર અને વિશેષ તો તેની ત્વચા પર જોવા મળતી હોય છે.માનવીનાં શરીરમાં ત્વચા એ સૌથી મોટું અંગ છે. ત્યારે તેની કાળજી રાખવામાં જો ખામી સર્જાયતોતેના ગંભીર પરિણામો આવવાની શકયતા રહેલી છે.
માનવીનાં મન અને ત્વચા વચ્ચે ખૂબજ ઘનિષ્ઠ સંબંધ છે. જેના લીધે તેના મનમાં રહેલા વિચારો કે તણાવનીઅસર સીધી તેની ત્વચા પર જોવા મળે છે. શરૂઆતમાં તો ઘણી વખત લોકો ત્વચા પર થતી અસરને અવગણી નાખે છે.પરંતુ આગળ જતા તે તેની માટે એક ગંભીર બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે. જેનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે.
માનસીક તણાવમા લોકોને તણાવનાંલીધે ત્વચા પર વિવિધ પ્રકારનાં રોગો થાય છે. અને ઘણી વખત લોકો નાની ઉંમરે પણ વૃધ્ધ જેવા દેખાવા લાગે છે, અને વૃધ્ધાવસ્થા ધારણ કરી લે છે.જેના લીધે નાની વયે વાળ પણ સફેદ થવા લાગે છે. અને વળી સાથે તેમની જીવનશૈલી પણઅષટલી જ બેદરકાર હોવાના લીધે સ્કીન સ્ટ્રેસ તેમના પર હાવી થઈ જાય છે.
લોકોના શરીરમાં રહેલા ટેન્શનના લીધે ત્વચાનું સુરક્ષા કવચ તુટે છે. અને ત્વચાના સ્તર એપિડર્મિતડર્મિલ અને હાઈપરડર્મિસને પણ અસર કરે છે. સ્ટ્રેસને કારણે શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધુ પ્રમાણમાં નીકળે છે, જેને સ્ટ્રેસ હોર્મોન કહેવાય છે. જો એ વધુ છોડવા લાગે છે તો ત્વચા પર તણાવ દેખાય છે. સ્ટ્રેસ ગેલેજન અને સ્થિતિત્થાપક પેશીઓને નુકશાન કરે છે.જેનાથી ચહેરો નિસ્તે જ અને કરચલીવાળો બને છે.
‘સ્કીન સ્ટ્રેસ’ને કાબુ કરવા તેમજ તેનાથી બચવા માટે મનગમતા કાર્યોમાં પણ સમય પસાર કરવો જોઈએ. સંગીત સાંભળવું જોઈએ, કુદરતી વાતાવરણને માણવું જોઈએ જેનાથી મન અને ત્વચા તણાવ મુકત અને સુંદર સ્વસ્થ બને છે.
માનસિક તણાવના લક્ષણો
માનસિક તણાવ લક્ષણો શરીર પર મહદઅંશે જોવા મળે છે.જેમા આ મુજબનાં લક્ષણોનો સમાવેશ થાય છે.
વાળ કરવા, ગુપ્તાંગમાં ખંજવાળ, શરીરના અન્ય અંગો પર ખંજવાળ, આંખોની નીચે ડાર્કસર્કલ, વૃધ્ધાવસ્થામાં ખીલ થવા, ત્વચા પર બલાલ ચાંઠા થવાં, ચામડી પર ફોતરીવાળી ફોલ્લીઓ થવી, ત્વચા શુલ્ક થવી, ત્વચા ખરબચડી થવી, વાળમાં ખંજવાળ, ચહેરો નિસ્તેજ થવો, નાની વયે ચહેરા પર કરચલીઓ વગેરે જેવા ગંભીર લક્ષણોજોવા મળે છે.
માનસિક તણાવ લીધે થતા ગંભીર રોગો
ત્વચા પર તણાવ તેમજ અતિશય ટેન્શનનાં લીધે થતા રોગોમાં નીચે મુજબનાં ગંભીર રોગોનો સમાવેશ થાય છે.
ખીલ, વધુ પડતા વાળ ખરવા, સફેદ કે લાલ ડાઘ, ઉંદરી, ટાલ પડવી, સોરિયાસીસ, ખરજવું, નાની વયે વૃધ્ધાવસ્થા,એલર્જી વગેરે જેવા ગંભીર રોગો ત્વચાને મોટાપાયે નુકશાન પહોચાડે છે.
માનસિક તણાવના કારણો
માનસિક તણાવથી ભરેલી જીંદગીમાં તેને પણ ખબર નથી હોતીકે તેનોતણાવ ત્વચાને પારાવાર અસર પહોચાડે છે. માનસિક તણાવનાં કારણોમાં ખુબજ વધુ પડતુડિપ્રેશન કે ટેન્શન, અપુરતી ઉંઘ, અનિંદ્રા, અપૂરતું ભોજન, તીખો-તળેલો ખોરાક, બેદરકાર જીવનશૈલી વગેર જેવા કારણો જવાબદાર છે. ત્વચા પર સ્ટ્રેચ માર્કસ, ચહેરા પર કરચલીઓ, રીંકલ્સ,ત્વચાનું શોષણ થવું, વાળ સફેદ થઈ જવા જેવી ગંભીર બીમારીઓ થાય છે. અને લોકો નાની ઉંમરમાંજ વૃધ્ધ જેવા દેખાવા લાગે છે.
માનસિક તણાવથી દૂર રહેવાનાં ઉપાયો
માનસિક તણાવ એ કોઈ કાયમી બીમારી નથી. તેનો ઈલાજ શકય છે.તેના ઈલાજ માટેના ઉપાયોમાં સ્વસ્થ અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવી જોઈએ. આ માટે લીલા શાકભાજી, કઠોળ, ફળો જેવો ખોરાક અપનાવો તેમજ તામશીકે તીખો તળેલો, ખોરાક ફાસ્ટફૂડ વગેરે ઓછા પ્રમાણમાં લેવું જોઈએ. નિયમિત પણે કસરત તેમજ ધ્યાન કરવા જોઈએ. ચામડીને નુકશાન ન પહોચે તે માટે તેની જાળવણી એટલી જ જરૂરી છે.
નાની વયે તણાવનાં લીધે તમે બની શકો છો વૃધ્ધત્વનો શિકાર: ડો. કેનિત આરદેસણા
માનસિક તણાવનાં વિષયપર વધુપ્રકાશ પાડવા ‘અબતક’ સાથેની વાતચીતમાં ડો.કેનિત આરદેશણાએ જણાવ્યું હતુ કે માનસિક તણાવનાંલીધે ત્વચા પર સ્ટ્રેચ માર્કસ, કરચલીઓ, ત્વચા નિષ્તેજ અને શુષ્ક થઈ જાય છે.જેના લીધે લોકો નાની ઉંમરમાં પણ વૃધ્ધ જેવા દેખાય છે. વધુમાંતેમણે જણાવ્યું કે તણાવથક્ષ બચવા માટે મનગમતી પ્રવૃત્તિઓ, જીમ, સાઈકલીંગ વગેરે કરી શકો છો. તેમજ વધુ પડતા સોફટડ્રીંકસ તેમજ તળેલો ખોરાક ઓછા કરવા જોઈએ
મન અને ત્વચા વચ્ચે રહેલો છે ગાઢ સંબંધ: ડો.પૂજા માંડલિયા
માનસિક તણાવ અંગે વધુમાહિતી મેળવવા માટે ‘અબતક’ સાથેનીવાતચીતમાં સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. પુજા માંડલીયાએ જણાવ્યું હતુ કે લોકોનાં મન અને ત્વચા વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે.માનવીની ત્વચામાં રહેલા જ્ઞાનતંતુઓ મનમાં રહેલા સ્ટ્રેસ કે ટેન્શનનાંલીધે અમુક પ્રકારનાં ક્રીરેડીકલ્સ છોડે છે. જેનાલીધે શરીરનાં કોષાો મૃત પામે છે, અથવા તો ફેરફારો થાય છે. જેના લીધે ત્વચામાં રોગો ઉત્પન્ન થાય છે. જેમકે ખીલ, સોરિયાસીસ, સફેદ ડાઘ વગેરે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે શરીરની રોગ પ્રતિકારક શકિત ને પણ તણાવનાં લીધે નુકશાન થાય છે તેમણે રોજીંદા જીવનમાં આ અંગે સજાગ રહેવા જણાવ્યું હતુ.