જેમ ઈન્ટરનેટનો વપરાશ વધતો જાય છે,તેમ ઘણા બધા ઈન્ટરનેટ, સોશ્યિલ મીડિયા કે, મોબાઇલ એપ્લિકેશનના સ્કેમ સામે આવ્યા છે. અત્યારના સમયમાં વિશ્વભરમાં સૌથી વધુ વપરાયેલી મેસેજિંગ એપ્લિકેશન હવે સ્કેમર્સ અને હેકર્સનું નવું લક્ષ્ય બની ગયું છે. હાલમાં વોટ્સએપ સ્કેમ સામે આવ્યું છે. આ નવું વોટ્સએપ સ્કેમ એક OTT સ્કેમ સાથે જોડાયેલું છે. ચાલો તમને આ નવા કૌભાંડ વિશે જણાવીએ અને જાણીએ કે તમે કેવી રીતે આ છેતરપિંડીથી બચી શકો છો.

શું છે આ નવું OTT સ્કેમ

નવા સ્કેમમાં તમારું વોટ્સએપ હેક કરવા માટે હેકર કોઈ અજાણ્યા નંબર અથવા તમારા મિત્રના નંબર પરથી તમને વોટ્સએપ કરશે. હેકર તમને કહેશે કે, અત્યારે હું મુસીબતમાં છુ, મારુ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે, મોબાઇલમાં કોઈ OTT આવતો નથી. આવી પરિસ્થિતીમાં તમને એમને મદદ કરશો. તમારા મોબાઇલ પર એક OTT આવશે, જે તમને હેકરને શેર કરશો. તે OTT દ્વારા હેકર તમારું વોટ્સએપ એના મોબાઇલમાં ઓપન કરી લેશે, તમારું વોટ્સએપ લોગઆઉટ થઈ જાશે. હેકર તમારા વોટ્સએપનો ઉપીયોગ ખોટા કામો માટે કરશે.

વોટ્સએપ હેક થયા પછી આ કામ કરો

જો તમારું વોટ્સએપ હેકર દ્વારા હેક થઈ ગયું છે, તો હવે ફરીથી વોટ્સએપ ઇન્સટોલ કરો. પછી વોટ્સએપ લોગીન કરો ને તમને એક OTT આવશે, જે તમારા વોટ્સએપ એકાઉન્ટમાં નાખવાથી ફરી પાછું તમારું એકાઉન્ટ લોગીન થઈ જાશે. હેકરના મોબાઇલમાં તમારું વોટ્સએપ લોગઆઉટ થઈ જાશે.

વોટ્સએપ OTP કૌભાંડથી કેવી રીતે બચવું

હંમેશા યાદ રાખો કે વોટ્સએપ તમને પૂછ્યા વિના ક્યારેય OTP મોકલે નહીં. જ્યાં સુધી તમે OTT માટે સંદેશો નહીં આપશો ત્યાં સુધી વોટ્સએપ તમને OTT સેન્ડ નહીં કરે.

OTT મેસેજ તમારા સંદેશ વગર આવેતો પેલા ચેક કરો જો ના સમજાયતો તેને અવગણો અને તેને કોઈની સાથે શેર ન કરો.

તમે કોઈ મિત્ર અથવા સબંધી OTT મોકલેતો પેલા તેને કોલ કરી પુરી માહિતી જાણીલો, પછી જો લાગે કે OTT શેર કરવા જેવું છે તો જ શેર કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.