અબતક-જામનગર

ગીફ્ટ અને ભેટ સોગાદોના નામે બિનજરૂરી ચીજવસ્તુઓના વેંચાણ દ્વારા ભારત જેવા દેશોમાં વિદેશના વેપારી એક મોટા બજારની સંભાવના જોઇ રહ્યા છે જેના દ્વારા ભારતમાં વેપાર કરી શકાય અને ભારતના લોકો આ વેપારી ષડયંત્રમાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે, કારણ કે આવી ચીજવસ્તુઓ એક હાથથી બીજા હાથ હસ્તાંતરણ સિવાય બીજા કોઇ ઉપયોગમાં આવતી નથી. જન્મદિવસ હોય કે કોઇ તહેવાર હોય, આવી બીનજરૂરી ભેટ સોગાદોનું ચલણ હમણાં હમણાં ખૂબ વધી ગયું છે. ભારતના લોકોએ આ ષડયંત્રને ઓળખીને આવી ખોટી ખરીદીથી બચવું જોઇએ તેવું હિન્દુ સેનાની 2021ની સંપર્ક બેઠકમાં હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલ દ્વારા પૂનમના દિવસે સાળંગપુરથી શરૂ કરી રાજકોટ, ધ્રોલ તેમજ જામનગરની બેઠકમાં વિસ્તૃત ચર્ચા સાથે સમજાવેલ તેમજ અનેક શાળાઓમાં થતા ક્રિસમસના કાર્યક્રમોને રદ કરવા જોઇએ અને હિન્દુ સંસ્કૃતિને મહત્વ આપી દિવાળી, રામ નવમી, મહાશિવરાત્રી જેવા તહેવારોને વધુ મહત્વ આપવા જણાવેલ હતું.

સાન્તાક્લોઝ બાળકો માટે બહુ રમકડાં અને ચોકલેટ લઇને આવે છે, બાળકોની આવી અનુચિત ધારણા હોય છે. ક્રિસમસની રાત્રે સહુથી વધારે પ્રિય હોય તેવી ભેટ વસ્તુઓની મનોકામના કરવાનું કહેવામાં આવે છે, સાન્તાક્લોઝ આવી જે ક્રિસમસ ટ્રી પાસે આ ભેટ વસ્તુઓ મુકી જાય છે એવું કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ભેટ વસ્તુઓ ક્યારેય પ્રાપ્ત થતી હોતી નથી. બાળકોની ખુશી માટે તેમના માતા-પિતા જ ક્રિસમસ ટ્રી પાસે ભેટ વસ્તુઓ રાખી દેતા હોય છે. માતા-પિતાએ સાન્તાક્લોઝ અને આભેટ વસ્તુઓનો જુઠો સંબંધ બાળકો સામે લાવવો જોઇએ, પણ અંગ્રેજ માનસિકતા વાળા બનેલા માતા-પિતા આવું કરતા નથી, પરંતુ ચોથી સદીથી તુર્કીસ્તાનના મીરાનગર સ્થિત બિશપ નિકોલસથી સાન્તાક્લોઝની આવી ભેટ પ્રથાનો પ્રારંભ થયો. તેઓ ગરીબ અને અનાથ બાળકોને ભેટ વસ્તુઓ આપતા હતા. ત્યારથી અત્યાર સુધી આ પ્રથા ચાલુ છે. જે સાન્તાક્લોઝ ભારતના બાળકોનું માનસીક ધર્માંતરણ જ કરી રહ્યો છે. આવા માનસિક ધર્માતરીત થયેલા બાળકો આગળ જતાં હિન્દુ ધર્મની પરંપરાઓની મજાક ઉડાવવામાં પોતાને ધન્યતા અનુભવતા હોય છે અને આવા બાળકો બુધ્ધિવાદી અને નિધર્મવાદી બનીને એક પ્રકારની રાષ્ટ્ર અને ધર્મ ઉપર આઘાતો કરે છે. જેથી હિન્દુ સેના નાતાલમાં બાળકોનું ધર્માંતરણ કરવાવાળાથી ચેતવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.