વિક્રમસિંહ જાડેજા, ચોટીલા

કોરોનાકાળમાં બોગસ ડોકટરો ફૂલ્યા-ફાલ્યા છે. દિનપ્રતિદિન તબીબના વ્યવસાયને મજાક બનાવનારા લોકોની સંખ્યા વધી રહી. ત્યારે સૌરાષ્ટ્રમાં વધૂ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. આ તબીબને રાજપરા ગામેથી પકડી પાડવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા તેમજ SOG ટીમના પોલીસ સબઈન્સ્પેક્ટરની સૂચના મુજબ ટીમે રાજપરા ગામે છાપો મારીને તેનો ભાંડો ફોડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આ બોગસ તબીબનું નામ જગદીશભાઈ સુરેશભાઈ રોજાસરા છે જે ફક્ત ૧૨ પાસ જ છે. આ ડોક્ટર છેલ્લા ૫ મહિનાથી રાજપરા ગામે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ મુન્ના ભાઈ MBBSની જિલ્લા SOGએ ધરપકડ કરી હતી. 42131 રૂપિયાનો દવાના જથ્થો પણ ઝડપાયો છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરનાર આ 12 પાસ તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.