50%થી 90% લોકોને પ્રથમ તબક્કામાં જો તપાસ હાથ ધરવામાં આવે તો કેન્સરથી બચાવી શકાય

જો મોં, હોઠ અથવા જીભ પર કોઈ ઘા અથવા ચાંદા પડી જાય છે તો, ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય તો ખબર પડી જાય. અને તેનો ઈલાજ થઈ શકે.આપણા દેશમાં મોઢાના કેન્સરના સૌથી વધુ દર્દીઓ છે. માત્ર તમાકુ ખાવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે તો એવું નથી. મોઢાનું કેન્સર એટલે કે ઓરલ કેન્સર કે જે કોઈને પણ થઈ શકે છે અને તેનું સૌથી મોટુ કારણ છે ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવી એ છે.

મોઢાનું કેન્સર શું છે?

મોઢાનું કેન્સર એ ભારતમાં સૌથી સામાન્ય કેન્સર છે. જેમાં હોઠ અને મોઢાનો અનિયંત્રિતપણે વધારો થાય છે. મેયો ક્લિનિકના મત મુજબ મોઢાના અંદરના ભાગમાં અને હોઠના ભાગમાં કોષોમાં થી શરૂઆત થાય છે.આ કોષોને સ્કવોમસ સેલ કહેવામાં આવે છે ડીએનએમાં થતા ફેરફાર એ સ્કવોમસ સેલની વૃદ્ધિ થાય છે. સ્કવોમસ સેલ આપણા શરીરની તંદુરસ્તી દર્શાવે છે.

મોઢાના વિસ્તારના કયા ભાગોને અસર કરે છે?

યુકે નેશનલ સર્વિસિઝના મત મુજબ મોઢામાં થતી કૅન્સરની ગાંઠ જીભ, મોઢા , હોઠ અને પેઢાના ભાગમાં વિસ્તાર પામે છે. કે જે આગળ વધીને  લાળગ્રંથિ, કાંકડા જેવા મોઢાના ભાગોને અસર કરે છે ત્યારબાદ શરૂઆત કરીને મોઢું અને શ્વાસનળીને પણ અસર કરે છે.

મોઢાનું કેન્સર દર્શાવતા ચિહ્નો:

1) મોઢામાં લાંબા સમય સુધી ન રુઝાતા  પીડાદાયક ચાંદા પડવા

2) અચાનક જ સતત મોઢા કે ગળાના ભાગો પર ગાંઠ ઉદભવવી

3) લાળ વધુ આવવી કે તેમાં લોહી આવવું

4) અવાજ બેસી જવો કે અવાજ બદલાઈ જવો

5) મોઢામાંથી દુર્ગંધ આવવી અને કંઇપણ ગાળવામાં સમસ્યા સર્જાવી

શા માટે ડોકટરને બતાવવું જોઈએ?

જ્યારે શરૂઆતના તબક્કમાં કોઈ ચિહ્નો ન દેખાય અથવા તો દાતનો દુઃખાવો કે પછી ગળું બેસિ જાય ત્યારે આપણે તેને ગંભીતાપૂર્વક લેતા નથી પરંતુ જો આ અવસ્થામાં જ ડોકટરનો સંપર્ક કરવામાં આવે અને ચિહ્નોની તાકીદે સારવાર લેવામાં આવે તો પ્રથમ સ્ટેજમાં જ 50%થી 90% લોકોને કૅન્સરથી બચવાની તક મળી જાય છે.

ધ મેયો ક્લિનિકના મત મુજબ તમાકુનો વપરાશ તો જરા પણ કરવો જ ન જોઈએ અને જે લોકો નિયમિતપણે ધૂમ્રપાન કે આલ્કોહોલનું સેવન કરતા હોય તેમણે નિયમિતપણે દાંતના ડોક્ટરની નિયમિત સલાહ લેવી ખુબ જ અગત્યની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.