હળવદ તાલુકાના જુના દેવળીયાના પટેલ યુવાનને કાર લોનના બહાને મોબાઇલમાં વાત ચીત કરતી રાજકોટની પરિણીતા સહિત ત્રણ શખ્સોએ હનીટ્રેપમાં ફસાવવાનો કારસો રચી મોબાઇલમાં વાતચીત કરી ધમકી દઇ રુા.11 લાખ પડાવવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકોટ દ્વારકેશ ઓટોલીંગ નામની ફાયનાન્સ પેઢીની મહિલા કર્મચારી સહિત ત્રણ સામે પોલીસમે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
કાર લોન માટે મોબાઇલમાં વાત ચીત કર્યા બાદ પરિણીત યુવક સાથે
વોટસએપ કોલ દ્વારા અવાર નવાર પ્રેમાલાપ કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુના દેવરીયા રહેતા અને મોરબીના જેતપર ગામે સોમનાથ ેએગ્રોમાં નોકરી કરતા કૃણાલ વિનોદભાઇ અઘારા નામના પરિણીત પટેલ યુવાને રાજકોટના શ્યામ રબારી, ટંકારાના બંગાવાડીના જયદીપિસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને શકત શનાળાના રવિ દિલીપ ખટાણા નામના શખ્સો સામે હનીટ્રેપમાં ફસાવવાનો કારસો રચી મોબાઇલમાં ધાક ધમકી દઇ રુા.11 લાખ પડાવવાનો પ્રયાસ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
એકાદ સપ્તાહ પૂર્વે કૃણાલ અઘારાના મોબાઇલમાં અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. રિસિર્વ કરતા મહિલા બોલતી હતી તેણીએ પોતે રાજકોટ દ્વારકેશ ઓટોલીંગ ફાયનાન્સ પેઢીમાંથી પ્રિયા બોલતી હોવાનું અને કાર લોનની જરુરત છે તે અંગે પૂછપરછ કરી હતી ત્યારે પોતાને કાર લોનની જરુર ન હોવાનું કહી કોલ કટ કરી નાખ્યો હતો. આ છતાં પ્રિયા પોતાના મોબાઇલમાંથી અવાર નવાર વોટસએપ કોલ કરી પ્રેમાલાપ કરતી અને રાજકોટ મળવા બોલાવતી હતી. તેમજ પોતાને એક લાખની જરુર હોવાનું જણાવ્યું હતું. આથી કૃણાલ અઘારાએ પોતાની પાસે એક લાખ ન હોવાનું અને રાજકોટ મળવા આવવાની ના કહી હતી.
બીજા દિવસે શ્યામ રબારી નામના શખ્સોનો કોલ આવ્યો હતો અને તુ કેમ મારી પત્ની સાથે મોબાઇલમાં વાત કરે છે તેમ કહી ધમકાવી ખૂનની ધમકી દીધી હતી આથી કૃણાલ અઘારાએ બંગાવાડી ખાતે રહેતા પોતાના મિત્ર જયદીપસિંઞહ જાડેજા અને શનાળા રોડ પર મોરબી રહેતા રવિ ખટાણાને વાત કરતા તેઓેએ શ્યામ રબારી રાજકોટનો માથાભારે શખ્સ હોવાનું કહી પોતે સમાધાન કરાવી દેશે તેમ જણાવ્યા બાદ જયદિપસિંહ જાડેજાએ કોલ કરી કૃણાલ અઘારાને વધુ ડરાવ્યો હતો અને શ્યામ રબારી સમાધાનના રુા.11 લાખ માગે છે. તારી પાસે અત્યારે ન હોય તો હું આપી દઇ અને કોરા સ્ટેમ્પ પેપર પર સહી કરી શ્યામ રબારીને મોકલી દે તેમાં ફરી તે પ્રિયાને હેરાન નહી કરે તેવું લખાણ કરાવી લેશે તેમ કહેતા કૃણાલ અઘારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતીૂ. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.