પ્રસાદ, ચલમની ઘૂંટ મારવાથી ઘડીયાળ, વીટી, ચેન ગાયબ થઈ જશે
જુનાગઢમાં આ વર્ષે તા. 1પ મી ફેબ્રુઆરી થી તા. 18 મી ફેબ્રઆરી સુધી પવિત્ર, આસ્થાનું કેન્ શ્રદ્ઘાસુમન અલૌકિક ચાર દિવસીય શિવરાત્રિનો મેળો યોજાવાનો છે જેના માટે સૌને આદર અને ધાર્મિક અહોભાવ છે. પરંતુ મેળામાં પરપ્રાંતિય બનાવટી નાગા બાવા અંગક્સરત, પ્રસાદ, ચલમની ઘૂંટનો આગ્રહ કરી શ્રદ્ઘાળુઓના શરીર ઉપરની કિંમતી દાગીના, રૂપિયા ખંખેરી છેતરપિંડી આચરતા હોય લોકોને સાવધાન રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. જાથાએ છેલ્લા દસ વર્ષમાં દસ બનાવટી બાવાનો પર્દાફાશ કરતાં તેઓ મદારી અને અન્ય જ્ઞાતિનાં નીકળ્યા હતાં તેથી સાવધાની જરૂરી છે. સાચા સાધુ સંતો તરફ સદૈવ આદર હોય છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે દર વર્ષે શિવરાત્રિ મેળામાં બનાવટી બાવાથી યેનકેન રીતે લોકો છેતરપિંડીના ભોગ બને છે. સોનાની વીંટી, ચેઈન, ઘડિયાળ, પાકિટના રૂપિયા ગાયબ થઈ જાય છે. ભોગ બનેલ વ્યક્તિ અર્ધભાનાવસ્થામાં આવતા, 30 કે 40 સેક્ધડ બેભાન થઈ જતાં કિંમતી વસ્તુ ગાયબ થઈ જાય છે. અંગક્સરતમાં વીંટી, ઘડિયાલ મુક્તા પરત આપવામાં આવતી નથી તેથી લોભામણા નિદર્શનથી દૂર રહેવા જાથાએ અપીલ કરી છે.
ગુન્હો બનતો અટકાવવા તથા તેના ઉકેલ માટે સી.સી. ટી.વી. કેમેરા ઉપયોગી સાબિત થયા છે.બનાવટી બાવા અર્ધભાન કરી વીંટી, ઘડિયાળ, ચેઈન ઉતારી લે છે, ભાનમાં આવે ત્યારે મોડું થઈ જાય છે. ક્યાં છેતરાયા તેની ખબર રહેતી નથી. મેળામાં સાવચેતી અતિ આવશ્યક છે. કેફી-નશીલા પદાર્થથી દૂર રહેવું. નિર્દોષને ટોળકી નિશાન બનાવે છે. કાયમી ટેવ પાડવા મફત ઘૂંટ મારવાનું કહી વ્યસની બનાવે છે પછી લૂંટ આચરે છે. દિવ્યશક્તિ, સાધના, તાકાત શક્તિ વગેરે પોકળ અને ક્યારેક ધાર્મિકવિધિ-ધૂણી બનાવટી હોય છે.
વિશેષમાં એડવોકેટ પંડયાએ જણાવ્યું કે એક ચલમ પીવાથી ત્રણ યુવાનોના કાંડામાંથી ઘડિયાળ, વીંટી, ચેનનો હાર નીકળી ગયેલ તે સંબંધી જાથાએ તત્કાલિન ડી.એસ.પી. ને જાણ કરી હતી. ઉપરાંત અગાઉના વર્ષે જટામાંથી ગંગાજળ કાઢી છેતરપિંડી કરનાર બનાવટી નાગા બાવાનો સ્થળ ઉપર જ પર્દાફાશ ર્ક્યો હતો તેની પાસેથી દસ ગ્રામ ગાંજો, લોકો પાસેથી છેતરપિંડીની વસ્તુ મળી આવી હતી.