૫૦ ટકાથી પણ વધુ મુસાફરો ભરીને જતા ચારેય બસોના ચાલક સામે નોંધતો ગુનો
શહેરના ગોંડલ રોડ પર પેસેન્જરો ભરીને જતી ચાર બસોને ડિટેઇન કરવામાં આવી હતી. બે દિવસ પહેલા પણ પોલીસે ૫૦ ટકાથી પણ વધુ મુસાફરો ભરેલી બસોને ડિટેઇન કરી હતી. ત્યારે ગઈ કાલે પણ વધુ ચાર બસની તપાસ કરતા તેમાં પણ ગાઈડલાઈનથી વધુ પેસેન્જર હોવાથી તેમના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલવીયનગર પોલીસ મથકનો સ્ટાફ ગોંડલ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી ટ્રાવેલ્સ બસોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ચાર ખાનગી બસમાં કોરોના ગાઈડલાઈનનો ઉલાડયો થતો હોવાનું સામે આવ્યું હતું.
ગોંડલ ચોકડી પાસે પૂનમ ટ્રાવેલ્સની બસના ચાલક કપિલ કચરા સુવા, તો શક્તિમાન કંપનીની બે બસોમાં નરેન્દ્ર વિઠ્ઠલ વેકરિયા અને દેવરાજ કાનજી હાડા તો સંજરી ટ્રાવેલ્સ બસના ચાલક અલ્ફાઝ અયુબ બ્લોચ સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે. તો બીજી તરફ પોલીસે તમામ બસના સંચાલક અને કંપનીના મલિકોને પણ નોટિસ ફટકારી પોલીસ મથકે હાજર થવા જણાવ્યું છે.