આજના હાઇટેક જમાનામાં લોકોની દરેક માહિતી લિક થઈ શકે છે. મોદી સરકારે આવી કેટલીક એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. પરંતુ આ સિવાય ગૂગલે પ્લે સ્ટોરમાંથી 29 એપ્સને દૂર કરી છે, જે એડવેરથી ભરેલી હોવાનું જણાયું હતું. આ એન્ડ્રોઇડ એપ્લિકેશન્સના પ્લે સ્ટોર પર 35 લાખથી વધુ ડાઉનલોડ્સ છે.

તાજેતરમાં મોદી સરકારે ચાઈનીઝ એપ્લિકેશન ઉપર તવાઈ ઉતારી હતી. હજુ ઘણી ચાઈનીઝ એપ્લિકેશન સરકારના રડારમાં છે ત્યારે ગૂગલે પણ કેટલીક જોખમી એપ્લિકેશન ઉપર તવાઈ ઉતારી હતી. 29 એપ્લિકેશન ડીલીટ કરી હતી

આમાંની મોટાભાગની એપ્લિકેશનો ફોટો એડિટિંગ એપ્લિકેશન હતી, એક રીતે આ એપ્લિકેશનમાં વપરાશકર્તાને અણધારી જાહેરાતો જોવા મળતી હતી આમાંથી કોઈપણ એપ્લિકેશંસ ઇન્સ્ટોલ કર્યા પછી, લોન્ચ આયકન તરત જ ફોનથી અદૃશ્ય થઈ જતા હતા આનાથી વપરાશકર્તાઓને તેમના ફોન પરથી એપ્લિકેશનને દૂર કરવી મુશ્કેલ થઈ જતું હતું.

આ એપ્લિકેશનો દ્વારા રજુ કરવામાં આવેલી જાહેરાતો થોડી સેકંડમાં આવતી. આ ઉપરાંત, વપરાશકર્તા તેમના ફોન પર કરેલી લગભગ દરેક ક્રિયાને જાહેરાતોમાં પૉપ અપ કરવા માટે કોડેડ કરવામાં આવે હતી. ફોનને અનલોક કરવો, એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરવી, ફોન ચાર્જ કરવો અથવા મોબાઇલ ડેટાથી Wi-Fi પર સ્વિચ કરવા જેવી બાબતોમાં પણ જાહેરાત પૉપ અપ થતી હતી.

આ એપ્લિકેશનની યાદી આ પ્રમાણે છે

  • Auto Picture Cut
  • Color Call Flash
  • Square Photo Blur
  • Square Blur Photo
  • Magic Call Flash
  • Easy Blur
  • Image Blur
  • Auto Photo Blur
  • Photo Blur
  • Photo Blur Master
  • Super Call Screen
  • Square Blur Master
  • Square Blur
  • Smart Blur Photo
  • Smart Photo Blur
  • Super Call Flash
  • Smart Call Flash
  • Blur Photo Editor
  • Blur Image

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.