તેલંગણા રાજ્યનો ડુપ્લીકેટ ઇન્સ્યુલિન કૌભાંડ: સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો.માટે સતર્કતાનો અલાર્મ
ડૂપ્લિકેટ ઇન્સ્યુલિન સામે સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસો. એક્સન મોડમાં: ડુપ્લીકેટ ઇન્સ્યુલિન વેચાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.
દેશમાં દવા બજારને લઇ અવર નવર ડુબલીકેટ ટેબલેટ અને સીરફના કોભાંડ સામે આવતા હોય છે.તાજેતરમાં જ તેલંગણા રાજ્યમાં પ્રથમવાર ઇન્સ્યુલિન ઇન્જેક્શનના મોટાપાય કૌભાંડનો ડ્રગ કંટ્રોલ વિભાગએ પડદાફાસ કર્યો છે. તેલંગણા રાજ્યનો ઇન્સ્યુલીન્સનો કૌભાંડ સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિયેશન માટે લાલબત્તી સમાન છે. તેલંગણા રાજ્યના ડ્રગ એન્ડ કંટ્રોલ વિભાગએ ઇન્સ્યુલીન્સ કૌભાંડની પ્રેસ નોટ રીલીઝ કરતાં જ સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન એક્શન મોડ માં આવી ગયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન માનદ મંત્રી અમીનેશભાઈ દેસાઈના જણાવ્યાં અનુસાર ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ તેલંગણા રાજ્યમાંથી મોટા પાયે ઇન્સ્યુલન્સ ઇન્જેક્શનના ડુબલીકેટ કોભાંડને પકડી પાડ્યું છે.પ્રથમ વખત એવું બન્યું છે કે દેશમાં ઇન્સ્યુલિનના કોભાંડનો પડદોફાસ કરવામાં આવ્યો છે.ઇન્સ્યુલિન ટેકનોલોજી મેટર છે. ઇન્સ્યુલિન ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતા નથી. વિદેશના 7 થી 8 દેશોમાં જ ઇન્સ્યુલિનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે.ત્યારે તેની અંદર ઇન્સ્યુલિનનું ડુપ્લિકેશન થવું એ ખૂબ મોટી બાબત કહેવાય છે.આ ઘટના અમારા એસોસિએશન માટે સતર્કતાનો અલાર્મ છે. ઇન્સ્યુલિન કૌભાંડમાં 4 થી 5 હોલસેલરોની સંડોવણી છે. દિલ્હીની ખૂબ મોટી ભગીરથ પેલેસ ડુપ્લીકેટ માર્કેટ અંદરથી આ હોલસેલર લોકોએ બિલ વગરની ખરીદી કરી છે.તેમના દ્વારા અન્ય રિટેલર વેપારીઓને પણ માલ સપ્લાય કરવામાં આવતો હતો.એવી તેલંગણા ગવર્મેન્ટ દ્વારા પ્રેસ નોટ રિલીઝ કરી માહિતી બહાર પાડવામાં આવી છે.દિવસે ને દિવસે લોકો નૈતિકતા ભૂલી દવાઓમાં મોટા પાયે ડુબલીકેટના કોભાંડો આંચરી રહ્યા છે.દર પાંચ સાત દિવસે એક કૌભાંડ સામે આવે છે.સરકારની પણ સરાનિયા કામગીરીને બિરદાવી પડે તેમ છે. આવા કૌભાંડ આચરવાડાઓનો પડદોફાસ કરી રહી છે.
ગવર્મેન્ટ દ્વારા 16 ટકા ભાવ બાંધણું કરવામાં આવ્યું છે. 16 ટકા ઉપર માર્જિનથી દવા વેપારીઓને આપવામાં આવતી નથી.ઇન્સ્યુલિનની દવાને 2.2.8 ડિગ્રી કોલ્ડ ચેનમાં મેન્ટેન કરવાની રહે છે.ફ્રીજની ચેનલમાં ચલાવવાની રહે છે. જેમાં રિટેલરને પણ 4 થી 5 ટકાનો ખર્ચ લાગતો હોય છે. કંપનીઓ લડી રહી છે હાલ ભાવ વધારો કરવા સામે કંપનીને સસ્તું વેચાવુ પોસાય તેમજ નથી ત્યારે આ સામાન્ય સમજણનો પ્રશ્ન છે.લોકોએ સમજવું પડે કે આથી સસ્તું કેવી રીતે મળી શકે.સસ્તામાં સોનું ન મળે માત્ર ડુબલીકેટ દવા અથવા બોગસ દવા મળે છે.સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એપ્રિલ માસમાં અવરનેસના કેમ્પિયન શરૂ કરશે.આ લોક સુધી પહોંચાડવા પત્રકાર પરિષદનું પણ આયોજન કરશું.બહોળા પ્રમાણમાં આનો વ્યાપ વધારશું.ડુબલીકેટ દવા માંથી સૌરાષ્ટ્ર રિજનને બચાવી શકીએ.તેમજ વેપારીઓને તાકીદ કરીશું કોઈ પણ અનઓથોરાઇઝ ચેનલ માંથી દવાઓની ખરીદી ન કરે અમારા પ્રમુખ મયુરસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક ધોરણે બેઠક બોલાવવામાં આવી છે.આ બાબતે અમારી સતત મીટીંગો ચાલી રહી છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-વિઝનમાં તમામ બેઠકો પર મીટીંગ કરવામાં આવશે.
ફેમેલી કેમિસ્ટ,વિશ્વસનિય ડિસ્ટ્રીબ્યુટર પાસેથી ઇન્સ્યુલિનની ખરીદી કરવી હિતાવહ
ડુબલીકેટ ઇન્સ્યુલિન નો ઉપયોગ કરવાથી થતી નુકશાની
ડુબલીકેટ ઇન્સ્યુલિન નો ઉપયોગ કરવાથી શરીર ગરતું જાય છે.આંખે અંધાપો આવે છે.પગના તળિયાના સેન્સર જતા રહે.હાર્ટની તકલીફ થાય શકે છે.સુગર કંટ્રોલ ન રહેતો શરીરમાં ઘણી તકલીફો ભવિષ્યમાં થઈ શકે છે.
ગ્રાહકોએ ઇન્સ્યુલિન ખરીદી સમયે ધ્યાન રાખવાની બાબતો
કંપનીની દવા સીલપેક આવે છે.ગ્રાહકોએ સીલપેક દવા જ ખરીદી કરવી.ઓથોરાઇઝ ચેનલ માંથી જ ઇન્સ્યુલિનની ખરીદી કરવી જરૂરી.વિશ્વસનીય અને જાણીતા રિટેલરો પાસેથી ખરીદી કરવી.ઓનલાઇન અને બહારગામના લેભાગુ તત્વો પાસેથી ઇન્સ્યુલિનની ખરીદી કરવી નહીં.વધુ ડિસ્કાઉન્ટ ના ચક્કરમાં ફસાઈ દવાઓ,સિરફ કે ઇન્સ્યુલિનની ખરીદી ન કરવી.ફેમિલી કેમિસ્ટ પાસેથી દવા લેવાનો આગ્રહ રાખવો. આટલી સાવચેતી રાખશો તો તમે છેતરાતા બચશો
સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ની કાયદેસરની કાર્યવાહી
સૌરાષ્ટ્ર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસીએશનના રજીસ્ટ્રેશનના સભ્યમાંથી જો કોઈ ખોટું કરતા પકડાશે અથવા તો જાણી જોઈને જે ખોટું કરી રહ્યા છે.તેવા લોકો નજરમાં આવતા તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેની સરકાર સમક્ષ નામજોગ રજૂઆત કરવામાં આવશે આ વ્યક્તિ કે એ પેઢી પર કડક પગલાં લેવામાં આવેશે.
ઇન્સ્યુલિનના ઇન્જેક્શનનું ડુપ્લીકેશન કરવું અઘરું
ઇન્સ્યુલિન ઇન્જેક્શનની ડિવાઇસ પેનમાં નવું ડુપ્લિકેશન કરવું શક્ય ન થઈ શકે.ત્યારે કૌભાંડ આચારનાર લોકોએ જૂની વપરાયેલી ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો ઉપયોગ કર્યો હશે આની અંદર ડુપ્લીકેશન કરવામાં આવ્યું છે.
દર્દીઓ માટે ટીપ્સ રેગ્યુલર સુગરને મેન્ટેન કરવી:અમીનેશભાઈ દેસાઈ
સૌરાષ્ટ્ર-કચ્છ કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસીએશનના માનદ મંત્રી અમીનેશભાઈ દેસાઈએ જણાવ્યું કે,દર્દીઓને ટીપ્સ આપૂ છું. રેગ્યુલર સુગરને મેન્ટેન કરવી જોઈએ.અમે ખૂબ જોયું કે પહેલા દર્દીઓને ડાયાબિટીસના એક જ મોલુક્યુલથી કંટ્રોલ થઈ જતું. ઓનલાઇન મેડિસન લીધા બાદ દર્દીને બે થી ત્રણ મોલુક્યુલ ઉપર ડાયાબિટીસ કંટ્રોલ કરવું પડે છે.સાદી 2 રૂપિયાની ટેબલેટ થી ડાયાબિટીસ કંટ્રોલ થતું હોય ત્યારે આવી ઓનલાઇન દવાઓ ખરીદી કર્યા બાદ 12 રૂપિયા સુધીની ડાયાબિટીસ કંટ્રોલની દવા લેવાથી પણ ડાયાબિટીસ કંટ્રોલ થતી નથી. ઓનલાઇન ખરીદી અથવા તો ઊંચા ડિસ્કાઉન્ટના રિટેલ કાઉન્ટર માંથી ખરીદી કરતા હોય એવા લોકોએ તમારી જાતે તમારા શરીરને નુકસાન કરી રહ્યા છો તમે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ.ફેમિલી કેમિસ્ટ અથવા વિશ્વસનીય ડિસ્ટ્રીબ્યુટર પાસેથી દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ.લોકોને મારે અનુરોધ કરવો છે.દવાના માર્જિન સરકાર દ્વારા ફિક્સ કરવામાં આવ્યા છે.ઉચ્ચા ડિસ્કાઉન્ટની લાલચે ડુબલીકેટ દવાનો શિકાર ન થાવું.હંમેશા આપના ફેમિલી કેમિસ્ટ જ્યાં વર્ષોથી તમે દવાની ખરીદી કરી રહ્યા છો ત્યાંથી જ દવાની ખરીદી કરવી જોઈએ.ઉચા ડિસ્કાઉન્ટનો મોહ રાખવો નહીં.છેતરવાના પુષ્કળ ચાન્સ રહેશે.