કોરોનાગ્રસ્ત દર્દીઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ ઘણી સમસ્યાઓનો દર્દીઓએ સામનો કરવો પડી રહ્યો છે. કોરોનામુકત થયાબાદ પણ જો નીચે મુજબના લક્ષણો દેખાતા હોય તો તેને સામાન્ય ગણી અવગણવા ન જોઈએ.
૧. ખાસી, શરદી:
અત્યારે શિયાળાની ઋતુમાં શરદી રહેવીએ સામાન્ય છે પરંતુ જો તમે કોરોનાની ઝપેટમાં આવી ગયા હોય, અને છતા ખાસી, શરદી રહેતી હોય, તો તેની સારવાર લેવી ખૂબ જરૂરી છે. અન્યથા ફરી કોરોનાગ્રસ્ત થઈ રહ્યો છે.
૨. છાતી અને પેટદર્દ: કોરોના પોઝીટીવ રહેલા દર્દીઓમાં આ લક્ષણ ખૂબ જોવા મળી રહ્યું છે. સાજા થઈ ગયા બાદ દર્દીઓને છાતીમાં દુ:ખાવો અને પેટદર્દ થતા હોવાની ફરિયાદ સામે આવી છે.
૩. પાચનક્રિયામાં તકલીફ: કેનેડાની રીસર્ચ ફર્મના સર્વે અનુસાર, ૧૬ ટકા કોરોનાગ્રસ્ત દર્દીઓની પાચન ક્રિયામાં તકલીફો જોવા મળી છે.
૪. ગભરામણ, બીન જરૂરી થાક: કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગભરામણ અને બિનજરૂરી થાક લાગતો હોવાની પણ ફરિયાદો સામે આવી છે. વુહાનમાં કરાયેલા રીસર્ચ પ્રમાણે કોરોના આવતા પહેલા બે દિવસ ઝીણો તાવ રહે છે. જે દરમિયાન ગભરામણ અને કળતર થાય છે.