બેઠાડુ જીવન, મેદસ્વીતા, બહારનો ખોરાક, અતિરેક વ્યાયામ હૃદયને નુકશાન પહોંચાડે છે
હૃદયની જાગૃતાને લઇ રાજકોટના કારડીલોજીસ્ટ અને કાર્ડિયાક સર્જન ચિંતાતુર, ખ્યાતનામ તબીબોએ અબતક સાથે કરી મુક્ત મને વાતચીત
અબતક વિશેષ :
હૃદય સંબંધિત રોગો દર વર્ષે સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. લોકો તેના સામાન્ય લક્ષણો તરફ ધ્યાન આપતા નથી અને બાદમાં તે જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે. ચાલો સામાન્ય રીતે હૃદયરોગ 9 મુખ્ય લક્ષણો હોય છે જેને સમયાંતરે ઓડખવું જરૂરી છે. હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.
બીજી તરફ નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે. હૃદય બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે. આ જ કારણથી સમય રહેતાં તમારા હ્રદય જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે.
જો તમારા ઘરમાં કોઈને પણ હૃદય બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી. અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે.
આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય, પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.બદલતી દિનચર્યા અને કામના વધતા તણાવની જેને સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યુ છે તે છે આપણું હ્રદય. આશ્ચર્યની વાત તો એ છે કે, 20-40 વર્ષની મહિલાઓ અને યુવાઓ પણ આ બીમારીના શિકાર બન્યા છે.
છાતીમાં થતી બળતરાને નજરઅંદાજ ન કરો : ડો. તુષાર ભટ્ટી
ગોકુલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર તુષાર ભટ્ટીએ જણાવ્યું હતું કે લોકો ની આળસૃતિ અને મેદસ્વિતા હૃદય રોગનું કારણ બનતું હોય છે. બીજી તરફ લાઈફ સ્ટાઇલમાં બદલાવ અને જે આદતો શરીર માટે નુકસાન કરતા હોય તેનું ચલણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે માટે હૃદય રોગનું જોખમ હવે યુવાનોમાં પણ ઝડપથી જોવા મળે છે. લોકો જો સમય અંતરે ન કરાવે તો આ જોખમ વધે પણ છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે હૃદય રોગના પ્રારંભિક લક્ષણોમાં જ્યારે છાતીમાં બળતરા થતી હોય તો લોકો તેને એસિડિટી હોય તેમ કહીને ટાળી દેતા હોય છે પરંતુ તેમની આ જ ભૂલ આગામી સમયમાં તેમના માટે ખૂબ મોટું જોખમ ઊભું કરે છે. લોકોએ વધુને વધુ પોતાના શરીર પ્રત્યે સજાગ બનવું જરૂરી છે અને થોડાક અંશે પણ તકલીફ અનુભવાય તો તેનું નિદાન તબીબી પાસે કરાવવું અનિવાર્ય છે જોવા કરવામાં આવશે તો હૃદય રોગના કેસોમાં ઘણો ખરો ઘટાડો પણ શક્ય બનશે.
સમયઆંતરે ખોરાક અને વ્યાવયમ કરવો જરૂરી : ડો.સર્વેશ્વર પ્રસાદ
ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર સર્વેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે, લોકો તેમના ખોરાકમાં જે રીતે બદલાવ કરવો જોઈએ તે કરતા નથી અને સામે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધતું હોય છે જે હૃદય માટે અત્યંત જોખમરૂપ છે. તેઓ જણાવ્યું હતું કે દર ત્રણ મહિને ખાદ્ય તેલમાં લોકોએ બદલાવ કરવો જોઈએ અને સમયાંતરે દિવસમાં 30 થી 40 મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ જો આટલું ધ્યાન લોકો પોતાના સ્વાસ્થ્ય માટે રાખે તો તેમનું હૃદય પણ ઘણું ખરું મજબૂત બની જતું હોય છે અને પછીના દિવસોમાં તેઓને કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડતો નથી. હાલ કોરોના બાદ લોકોને જ્યારે વ્યાયામ કરવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવતી હોય તો તે નિર્ધારિત સમય કરતા કોકવાર વધારે તો કોઈક વાર ઓછા સમય માટે કસરત કરે છે જે હૃદયને નુકસાન પહોંચાડે છે. ત્યારે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો સદંતર રહેતો રહે તો પણ તે હૃદય રોગને નોતરે છે.
બહારના ખોરાકનું સેવન સમયઆંતરે વધી રહ્યું છે : ડો.ચિંતન મહેતા
સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો સ્વાદ પ્રેમી લોકો છે પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જે રીતે સજાગ રહેવું જોઈએ તે જોવા મળતું નથી અને બહારના ખોરાકનું સેવન સમયાંતરે સતત વધી રહ્યું છે જે એક ખતરાની ઘંટી સમાન છે. જે લોકો બહારના ખોરાકનો અતિરેક સેવન કરતા હોય તેમની પાચન શક્તિ માં ઘણો બદલાવ આવી જતો હોય છે અને અન્ય દ્રવ્યોના કારણે તેમનું હૃદય નબળું પડી જતું હોય છે સાથોસાથ તેમને ઘણી અન્ય તકલીફોનો પણ સામનો કરવો પડે છે. તેઓએ હૃદય રોગના લક્ષણો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતતા નો અભાવ સતત જોવા મળે છે તેમને પડતી મુશ્કેલી અંગે તેઓ ડોક્ટરો પાસે આવતા અજકાય છે જે તેમની સૌથી મોટી ભૂલ છે. જ્યારે લોકો પોતાની જીવન શૈલીમાં બદલાવ લાવશે ત્યારે જ ઘણા ખરા હૃદય રોગના પ્રશ્નોનું નિવારણ આવી શકશે.
લીલા શાકભાજીની સાથે ધાનનું સેવન લોકોએ તેમના ખોરાકમાં વધારવું જોઈએ : ડો. રેનીશ બેરા
એચસીજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર રેનિશબેરાએ જણાવ્યું હતું કે, લોકો જ્યારે તેમના ખોરાકમાં બદલાવ કરે છે અને જંક ફૂડ તરફ તેમનો ઝુકાવ વધે છે ત્યારે હૃદય રોગ થવાની ટકાવારીમાં વધારો થતો હોય છે. ત્યારે લોકો જો લીલા શાકભાજી ની સાથે ધાનનું સેવન કરે તો તેમનો હૃદય મજબૂત બને છે અને યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થાય છે. બીજી તરફ તેઓએ લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું કે દર છ મહિને તેઓએ બોડી રિપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી પાણી પહેલાં પાડ બાંધી શકાય અને કોઈ વિગત પરિસ્થિતિનો સામનો લોકોએ ન કરવો પડે. કોઈ જણાવ્યું હતું કે હૃદય રોગનો હુમલો ગમે ત્યારે આવી શકે છે પરંતુ જો શરીરની યોગ્ય રીતે દેખભાળ અને સાર સંભાળ લેવામાં આવે તો આ સંકટને ટાળી પણ શકાય છે જેના માટે પૂરતો પરસેવો પાડવો જરૂરી છે અને બેઠાડું જીવનને ત્યાગવું અનિવાર્ય છે.
હાર્ટએટેક પૂર્વની વોર્નિંગ સાઇન
– છાતીનો દુખાવો
ઘણી વખત તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમને છાતીમાં દુખાવો કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કોઈને છાતીમાં દુખાવા વગર જ હાર્ટ એટેક આવી જાય છે.
– ગળામાં-જડબામાં દુખાવો
જો તમને અથવા તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
– વધુ પડતો પરસેવો
કોઈપણ વર્કઆઉટ અને કામ કર્યા વગર વધુ પડતો પરસેવો થવો તે હૃદય રોગનો સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે ત્યારે કોઈ કારણ વગર જ વધુ પડતો પરસેવો થાય છે. જો આ લક્ષણ તમને જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો.
– ચક્કર આવવા
ચક્કર આવવા એ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતા-પિતાના શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ ફળો ઓછું થઈ જાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.
– ઉલટી, ઉબકા અને ગેસ
ઉલટી પછી ઉબકા થવા તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને કે તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો.
– પગમાં સોજો
પગમાં સોજો, ગુટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત, હૃદયમાં યોગ્ય રક્ત સર્ક્યુલેશનના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે.