કોરોના-ડેન્ગ્યુના લક્ષણો એક સમાન હોવાથી દર્દીઓની સંખ્યામાં તોતીંગ વધારો જોવા મળે તેવી શકયતા

કોરોના વાયરસની મહામારીમાં વિશ્વભરમાં કરોડો લોકો સપડાઈ ચૂકયા છે. પરંતુ કોરોના વાયરસની સાથો સાથ હવે મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો પણ માથુ ઉંચકી રહ્યાં છે. મચ્છરજન્ય ડેન્ગ્યુના કારણે અનેક લોકોના મોત થાય તેવી દહેશત છે. એક તરફ આખો દેશ કોરોના વાયરસ સામે પુરી તાકાતથી લડી રહ્યો છે. દેશનું મેડિકલ ઈન્ફાસ્ટ્રકચર કોરોનાના દર્દીની સારવારમાં રોકાયેલા છે ત્યારે ડેન્ગ્યુ અને મેલેરીયા સહિતના રોગોના દર્દીઓને તુરંત સારવાર ન મળે તેવી ધારણા છે. વરસાદના માહોલ વચ્ચે ડેન્ગ્યુના કેસ વધતા હોય છે પરંતુ ચાલુ વર્ષે મહામારી પણ હોવાથી દેશના આરોગ્ય ક્ષેત્રને બે મોરચે લડવાનું છે.

વર્તમાન સમયે દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૮ લાખથી વધી ચૂકી છે. બીજી તરફ ૨૦૧૬ થી ૨૦૧૯ સુધીના ડેટા જોતા ફલીત થાય છે કે, દર વર્ષે દેશમાં કોરોના વાયરસના કેસ ૨ લાખ જેટલા હોય છે. ધીમીગતિએ દર વર્ષે કેસની સંખ્યા વધે છે. ૨૦૧૯માં ડેન્ગ્યુના દોઢ લાખ કેસ હતા. જેમાંથી ૧૩૨ લોકોના મોત થયા હતા. ડેન્ગ્યુ સામે ગયા વર્ષે પૂરી તાકાતથી લડી શકાયું હતું પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ તદન જુદી છે. ડેન્ગ્યુ થાય એટલે જે લક્ષણો જોવા મળે તેવા જ લક્ષણો કોરોનાના સંક્રમણના દર્દીને પણ જોવા મળે છે. તાવ આવવો, માથુ દુ:ખવું, શરીરમાં કડતર જેવા લક્ષણો બન્ને રોગોમાં જોવા મળે છે. આવા સમયે બન્ને રોગમાં ભેદ પારખવો પણ મુશ્કેલ છે.

કોરોના અને ડેન્ગ્યુના ભયંકર સંકલનનો દાખલો તાજેતરમાં સાઉથ અમેરિકામાં જોવા મળ્યો હતો. સાઉથ અમેરિકામાં ડેન્ગ્યુ વર્ષોથી મોટી ચેલેન્જ સમાન છે. દર વર્ષે અનેક લોકોનો ભોગ ડેન્ગ્યુના કારણે લેવાય છે. હવે કોરોના મહામારી પણ લોકોને ભરડામાં લઈ રહી હોવાથી ડેન્ગ્યુ સામે પૂરી તાકાતથી લડી શકાતુ નથી. ડેન્ગ્યુ પણ વાયરસના કારણે થાય છે. બન્ને વાયરસના સંકલનથી મૃત્યુદર એકાએક ઉંચો જઈ શકે છે. જે વ્યક્તિને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તે વ્યક્તિ જો આ બન્નેના ભરડામાં આવી જાય તો તેનું મોત થવાની શકયતા પ્રબળ હોય છે.

વિગતો મુજબ જે વ્યક્તિને ૩ કે ૩થી વધુ દિવસ તાવ રહે તો તેને ડેન્ગ્યુનો અને કોવિડનો બન્નેનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. જે રીતે વર્તમાન સમયે કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યાં છે. તે જોતા ભવિષ્યમાં હોસ્પિટલોમાં જગ્યા મળે નહીં તેવું પણ બની શકે. આવા સમયે મચ્છરજન્ય રોગ પણ સરકાર માટે માથાનો દુ:ખાવો બની શકે છે.

બેખૌફ લોકોના કારણે સૌરાષ્ટ્ર ફરી ‘લોક’ થવા તરફ?

કોરોના મહામારીને રોકવા માટે લાદવામાં આવેલું લોકડાઉન ઉઠાવી લેતા લોકો બેખૌફ બની ગયા છે. માસ્ક પહેરવું, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો ભૂલી ગયા છે. જેના કારણે કેસ સતત વધ્યા છે. હવે જો કેસ બેકાબુ થઈ જશે તો ફરીથી જનજીવન લોક થઈ શકે તેવી ભીતિ છે. રાજકોટ જિલ્લા કલેકટર રમૈયા મોહને જણાવ્યું હતુ કે છેલ્લા એક મહિનામાં રાજકોટમા દર્દીઓની સંખ્યામાં ૧૩૧ થી ૫૦૯ સુધી વધારો નોંધાયો છે. જયારે મૃત્યુ ૫ થી વધીને ૧૭એ પહોચ્યા છે. જૂનાગઢ જિલ્લા કલેકર સૌરભ પારધીએ જણાવ્યું હતુ કે જીલ્લામાં ૮૦% કેસમાં દર્દીઓની પર્સનલ હિસ્ટ્રીમાં તેઓ અન્યના સંપર્કમાં સંક્રમિત વ્યકિતઓનાં આવ્યા હોવાનું બહાર

આવ્યું છે. એક મહિનામાં જૂનાગઢમાં કેસમાં ૫૦૦% નો વધારો થયો છે. આ સંખ્યા ૩૬ થી વધીને ૨૦૯એ પહોચી છે. જૂનાગઢ જીલ્લામાં ૧૦ ધનવન્તરી રથ ઘરેઘર જઈને આ રથની ટીમ જીલ્લાભરમાં અને પેરા મેડીકલ સ્ટાફ સાથે ફરી રહી છે.

માતાના ધાવણથી ઉત્તમ એકેય રોગ પ્રતિકારક શક્તિ નથી

માતાના ધાવણથી ઉત્તમ એકેય રોગ પ્રતિકારક શક્તિ નથી. પેચ્યુરાઈઝીંગ પદ્ધતિથી ગરમ કરીને હલાવેલું માતાનું ધાવણ ૩૦ મીનીટ સુધી ૬૨.૫ ડિગ્રી સેલ્સીયંસની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે તો તે એસએઆરએસ કોવિડ ૨ વાયરસ કોવિડ ૧૯ને નિશુલ બનાવી દે છે અને શીશુઓ માટે માતાનું ધાવણ કવચ બની જાયછે તેમ એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો. કેનેડિયન મેડીકલ એસો.ના જનરલના અભ્યાસમાં કોવિડ ૧૯ની સંક્રમીત મહિલાઓને પોતાના શીશુઓને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવાની હિમાયત કરવામાં આવી છે. કેનેડામાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને હોસ્પિટલમાં પોતાની માતાઓનાં ધાવણની અછતના સંજોગોમાં

માનુ ધાવણ પોસ્ટ પેસ્ચ્યુરાઈઝ કરીને પુરૂ પાડવાનો એક આદર્શ વ્યવસ્થા કાર્યરત છે. તાજેતરના અભ્યાસમાં સંશોધનકારોએ કરેલા સંશોધનમાં સ્તનપાન માટેના દૂધને ૬૨.૫ ડિગ્રી સેલ્સીયસથી ૩૦ મીનીટ સુધી ગરમ કરીને પરિક્ષણ કરતા દુધમાં રહેલા વિષાણુ દુધ ગરમ કરવાથી નિષ્ક્રીય બની જતા હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.