એક્સ-રે વિભાગમાં બે વિદ્યાર્થી બુટ પહેરી મોબાઇલ સાથે આવતા બઘડાટી બોલી: તબીબ અધિક્ષક સાથે પણ ઉધ્ધત વર્તન
સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગના વડા અને એકસ-રે ટેકનિશયન વચ્ચે બઘડાટી બોલતા તબીબી અધિક્ષક મધ્યસ્થી કરી મામલો થાળે પાડવા પહોચતા તેઓ સાથે પણ ઉધ્ધત વર્તન કરતા એકસ-રે વિભાગના વિદ્યાર્થીઓએ ધરણા પર બેસવાની ચીમકી ઉચારી છે.
સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ચાઇલ્ડ હોસ્પિટલમાં એકસ-રે માટે ગયા હતા ત્યારે તેઓ બુટ પહેરી એક્સ-રે વિભાગમાં મોબાઇલ સાથે આવતા બાળકોની હોસ્પિટલના વડા યોગેશ પરિખે બંને વિદ્યાર્થીઓને ઠપકો દઇ મોબાઇલ લઇ લીધા બાદ પાટુ મારી સિક્યુરિટી પાસે લાકડી મારવા માટે માગી હતી.
બંને વિદ્યાર્થીઓએ એક્સ-રે વિભાગના હેડ સલિલભાઇ અને રેડિયોલોજીસ્ટ અંજનાબેનને જાણ કરી હતી.
સલિલભાઇ અને રેડિયોલોજીસ્ટ અંજનાબેને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક મનિષ મહેતાને બાળકોની હોસ્પિટલના વડા યોગેશ પરિખના વર્તન અંગે રજુઆત કરતા ડો.મનિષ મહેતા બાળકોની હોસ્પિટલે પહોચી યોગેશ પરીખને સમજાવવા પ્રયાસ કર્યો હતો.
યોગેશ પરીખે તબીબી અધિક્ષક મનિષ મહેતાને બંને વિદ્યાર્થીના મોબાઇલ પરત આપવાની સ્પષ્ટ ના કહી જયાં રજૂઆત કરવી હોય ત્યાં રજૂઆત કરવાનું કહ્યું હતું. બંને વિદ્યાર્થીઓ લેખિતમાં માફી પત્ર આપે અને ફરી મોબાઇલ સાથે નહી આવે તેવી ખાતરી લખી આપે તો જ બંને વિદ્યાર્થીઓને મોબાઇલ પરત આપશે તેવું જણાવતા એક્સ-રે વિભાગના વિદ્યાર્થીઓએ ધરણા પર બેસવાની ચીમકી ઉચારી હતી. પણ તબીબી અધિક્ષકની મધ્યસ્થી બાદ વિદ્યાર્થીઓએ ધરણા પર બેસવાનું માંડી વાળ્યું હતું. તબીબી અધિક્ષક મનિષ મહેતાએ બાળકોની હોસ્પિટલના વડા યોગેશ પરીખના વર્તન અંગે તપાસ સમિતિ રચવાની જાહેર કરી ગાંધીનગર ખાતે સમગ્ર બનાની જાણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com