કોંગ્રેસના મયુરસિંહ જાડેજાએ સસ્પેન્ડકરવાની ચીમકી આપતા ડીવાયએસપી આર.બી.ઝાલાનો પિતો છટકયો
રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી જનરલ બોર્ડની બેઠક દરમિયાન ડીવાયએસપી આર.બી.ઝાલા અને કોંગ્રેસ અગ્રણી મયુરસિંહ જાડેજા વચ્ચે જબરી માથાકુટ સર્જાઈ હતી. બેફામગાળાગાળી સુધી મામલો પહોંચી ગયો છે. મયુરસિંહ જાડેજાને ધકકા મારીઅને ઢસડીને કોર્પોરેશન કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
વોર્ડનં.૧૮ના કોંગી નગરસેવિકા ધર્મિષ્ઠાબા જાડેજાને ડિસ્કવોલીફાઈ કરવાનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. દરમિયાન આજે તેઓ જનરલ બોર્ડની બેઠકમાં આવ્યા હતા ત્યારે સુરક્ષાના ભાગ રૂપે ડીવાયએસપી આર.બી.ઝાલાએ તેઓને મહિલા કોન્સ્ટેબલ સાથે સભાગૃહમાં મોકલ્યાહતા. આ વેળાએ નગરસેવિકાના પતિ મયુરસિંહ જાડેજાએ એવી ધમકી ઉચ્ચારી હતી કે, મારા ધર્મપત્નિનું કશું થયું છે તો તમને સસ્પેન્ડ કરાવીદઈશ. આ શબ્દો સાંભળી ડીવાયએસપી આર.બી.ઝાલા ગુસ્સે ભરાઈ ગયા હતા અને બંને વચ્ચે બેફામ ગાળાગાળી થઈ જવા પામી હતી.મયુરસિંહને ખુદ ડીવાયએસપીએ સભાગૃહની સીડી પરથી ધકકા મારીને નીચે ઉતાર્યા હતા ત્યારબાદ અન્ય પોલીસ જવાનોએ ઢસડીને મયુરસિંહ જાડેજાને કોર્પોરેશન કચેરીની બહાર કાઢયા હતા.