આપણે વર્ષો સુધી શિતળા માતાની પૂજા કરીને વિદેશી ડોકટરે ‘શિતળા’વિરોધી રસી શોધીને વિશ્ર્વમાંથી શિતળાના રોગને નાબુદ કર્યો. વિકસિત દેશો કરતાં અવિકસીત દેશોમાં અંધ શ્રઘ્ધામાં લોકો વિશ્ર્વાસ વધુ કરે છે. શિક્ષિણ સાથે અશિક્ષિત લોકો પણ શ્રઘ્ધા અંધશ્રઘ્ધા વચ્ચે ફસાતા જોવા મળે છે, આજના વિજ્ઞાન યુગમાં કેટલાય પરિવારો ‘માતાજી આડી’ છે તેમ કહી બાળકોને રસીકરણનથી કરાવતા.
આજે માનવીએ બીજા ગ્રહો પર જઇને શોધ સંશોધનો કરવા લાગ્યા છે. ત્યારે હજી લાખો કરોડો લોકો અંધશ્રઘ્ધામાં વિશ્ર્વાસ રાખીને તેની ચુંગલમાં ફસાય જાય છે. આજે પવર્તમાન સંજોગોમાં ‘કરોના’વાયરસની રસી શોધવા મેડીકલ સાયન્સ મહેનત કરી રહ્યું છે, ત્યારે પણ આમ કરવાથી કે તેમ કરવાથી ‘કરોના’ના બુદ થઇ જશે તેવી પાયા વગરની વાતો અંધશ્રઘ્ધા ફેલાવે છે. પરિવારો કુટુંબોની પરંપરા કે રૂ ઢીઓને કારણે પેઢી દર પેઢી અંધશ્રઘ્ધા પ્રબળ થઇ જાય છે તે ભાવી નાગરીકો પણ આનું આંધળુ અનુકરણ કરવા લાગે છે. આને નાબુદ કરવા ‘શિક્ષણ’ સાથે જનજાગૃતિ એક જ રામબાણ ઇલાજ છે. તેથી જો નિરક્ષરતા નાબુદ થશે તો જ અંધશ્રઘ્ધા નાબુદ થશે.
શ્રઘ્ધા-વિશ્ર્વાસ સાથે આંધળો વિશ્ર્વાસ ભળી જાય ત્યારે અંધશ્રઘ્ધા બને છે. ‘બિલાડી આડી ઉતરી એટલે ન જવાય’ તેવી અંધશ્રઘ્ધા આજે પણ લોકો માને છે. આવી વિવિધ અંધશ્રઘ્ધામાં છોકરું માંદુ પડે તો નજર ઉતારવી, કોઇ બહાર જતું હોય ત્યારે કયા-કારો ન કરવો, ભીંત ગરોળી માથે પડીવી, સાપ કરેતો ભુવા કે માતાજી ઝેર ઉતારી દે વિગેરે જેવી ઘણી માન્યતાઓ લોક માનસમાં છે. દુ:ખતો એ વાતનું છે કે તેમાં ભણેલા ગણેલ માણસ પણ વિશ્ર્વાસ કરતો થઇ જાય છે. આજની ર૧મી સદીમાં ઇન્ફરમેશન ટેકનોલોજીના યુગમાં પણ લોકો અંધશ્રઘ્ધા તરફ દોરવાઇ જાય છે. વર્ષો પહેલા ફૂટપાથ પર ‘પોપટ’ તમારૂ ભવિષ્ય જણાવે તે બહુ જ પ્રખ્યાત હતું. આ એક અંધશ્રઘ્ધા જ હતી આવું શકય જ નથી.
આજનાઁ યુગમાં ડગલે ને પગલે ટેકનોલોજી, વિજ્ઞાનનો ઉપયોગ કરનાર માનવી જ જયારે અવૈજ્ઞાનિક, અતાર્કિક, તિકડમ વાર્તા કે ઘટનામાં માનવા લાગે છે. ઓકટોપસ હાર-જીતથી આઝાદી કરે આ ટીમ જીતશે જો વરસાદ આવે તો? કોઇ પ્લેયરને ખરબ પડે કે મારા વિશે સદીની આગાહી કરી છે ને તે શુન્ય રને આઉટ થઇ જાય તો? ત્યારે આવી બે જવાબદારી આગાહી ઉપર કેટલો ભરોસો રાખી શકાય.
વર્ષોથી ચાલી આવતી આગાહીમાંમાં કુતરૂ રાત્રે શેરીમાં રોવે, હોલો કે કાગડો ઘર પર બોલે, દાણા જોઇને તમારી સમસ્યાનો ઉકેલ લાવે જેવી તમામ ઘટનાઓ માનવીને અંધ શ્રઘ્ધાની ખાણમાં ધકેલે છે. આ માટે વિજ્ઞાન જાથા રાષ્ટ્રીયસ્તરે પ્રત્યેક જીલ્લામાં કાર્યરત છે. જયંત પંડયાની આ ઝુંબેશને કરોડો સલામ છે. પણ સમાજનો દરેક વર્ગ જયારે આ અંધશ્રઘ્ધા નિવારણ અભિયાનમાં જોડાશે ત્યારે જ તૈ દૂર થશે. ‘જન… જન… જાગે…’ અંધશ્રઘ્ધા ભાગે
લોકો કર્મ- પુરૂ ષાર્થના સિઘ્ધાંતને સમજયો પડશે. કોઇની સફળતમાં કિસ્મતને કયાંય સ્થાન નથી. ભારતનાં પૂરાણો, વેદો, ઉપનિષદો, શાસ્ત્રોએ કર્મને મહત્વ આપેલ છે. શ્રઘ્ધા અને અંધશ્રઘ્ધા વચ્ચે પાતળી ભેદ રેખા છે. ઘણીવાર માનવીને ખબર જ નથી પડતી કે તેની શ્રઘ્ધા કયારે અંધશ્રઘ્ધા બની જાય છે.
ભૂત પ્રેત જેવી બાબતો આપણે જાણી જોઇને આપણા નાનકડા સંતાનો બિવડાવવા કહેતા હોય છીએ. વખત જતાં મોટા થતાં બાળકમાં ભયને આ બાબતની પાયા વગરની કેટલીય વાતો અંધશ્રઘ્ધા ઘર કરી જાય છે. આજનાં યુગમાં દરેક મા-બાપે કાળજી લઇને પોતાના સંતાનો કે જે દેશનાં ભાવિ નાગરીકો છે તેને સાચી અને વૈજ્ઞાનિક માહીતીથી અવગત કરાવવા જો પડશે. આજે તો મૃત્યુ પછીથી તમામ લૌકિક પ્રથા બંધ રાખેલ છે તેવી જાહેરાત અખબારોમાં છપાવે છે. આપણા ઘણાં રિત-રિવાજો સામે નવી પેઢીએ શિક્ષણ કારણે પરિવર્તન લાવીને ધરમૂળથી નાબુદ કરીને નવી પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડયું છે. આજે તમને પણ ઘણા કિસ્સામાં એમ થતું હશે કે કાંઇ આવું થોડું હોય? હવે નો ચાલે પરિવર્તન લાવો ખરેખર આજ સત્ય છે. યુવા પેઢીએ જ અંધશ્રઘ્ધાને નાબુદ કરવી જ પડશે.