યાત્રીકોની ભીડને પહોંચી વળવા માટે ટ્રેન બે ફેરા કરશે, રર ફેબ્રુઆરી થી ટ્રેનનું બુકિગ શરુ થશે
રાજકોટ મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવેના જણાવ્યાનુસાર યાત્રિકોઈ ભીડને પહોંચી વળવા રેલવે દ્વારા હાપા તેમજ સાંત્રાગાછી ર સ્ટેશનતે વચ્ચે સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેનના વધુ બે ફેરા કરવામાં આવશે. જેમા ટ્રેન નં. ૨૨૮૩૩/૦૨૮૩૪ હાપા સાંત્રાગાછી સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેન વાયા સુરત બેફેરા કરશે. ટ્રેન નં. ૦૨૮૩૩ હાપા સાંત્રાગાછી સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેન સોમવાર રપ ફેબ્રુઆરીએ હાપાથી ૧૦.૪૦ વાગે ઉપડશે. રાજકોટ તે જ દિવસ બપોરે ૧૨.૨૦ વાગ્યે પહોચશે અને બુધવારે ૫.૪૫ વાગ્યે સાંત્રાગાછી પહોંચશે.
આજ રીતે ટ્રેન નં. ૦૨૮૩૪ સાંત્રાગાછી હાપા સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેન કાલે સાંત્રાગાછી થી ૯.૦૫ પ્રસ્થાન કરશે અને રવિવારે બપોરે ૨.૪૦ વાગ્યે રાજકોટ તથા ૪.૩૫ હાપા પહોંચશે.આ ટ્રેનમાં બધા ડબ્બા ૩ ટાયર એસી હશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બન્ને તરફથી રાજકોટ, વાંકાનેર જંકશન સુરેન્દ્રનગર, વીરમગામ જંકશન, અમદાવાદ, નડીયાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, નદુરબાર, અમલનેર, જલગાંવ જંકશન ભુસાવળ, મલકાપુર, ચકોલા, બડનેરા જંકશન, વર્ધા જંકશન, નાગપુર, ગોંદિયા જંકશન દુર્ગ, રાયપુર જંકશન, બિલાસપુર જંકશન, રાઉકેલા, ચક્રધસુર, ટાટાનગર જંકશન તથા ખડગપુર સ્ટેશનો પર ઉભી રહેશે.ટ્રેન નં. ૦૨૮૩૩ હાપા સાંત્રાગાછી સુપરફાસ્ટ એસી વિશેષ ટ્રેનનું બુકીંગ રર ફેબ્રુઆરીથી બધા યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઇઆરસીટીસીની વેબસાઇટ પર થશે