દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીમા કોઈક કારણસર સિક્યોરિટીના માણસોએ કર્મચારીઓને માર મારતા ગંભીર રીતે ઘાયલને હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા,પ્રાપ્ત વિગત અનુસાર નરોલી ખાતે આવેલ ભીલોસા ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીમા બુધવારના રોજ સવારે ૯વાગ્યાના સુમારે મજુરો કામ કરીને ગેટ ઉપર આવ્યા હતા,તે સમયે એક કર્મચારીને સિક્યોરીટીએ ચેક કરતા બન્ને વચ્ચે કોઈક કારણસર બોલાચાલી થઇ અને કામદારને સિક્યોરીટીએ ધક્કો મારી બહાર કાઢી મુક્યો હતો,બાદમા સિક્યોરિટીના ૨૦થી વધુ માણસે કામદારોને લાકડા અને સળિયા વડે સાથે ઉભેલ બીજા કર્મચારીઓને પણ માર મારવાનુ શરુ કર્યું હતુ,જેના કારણે કંપનીમા દોડધામ મચી ગયી હતી,આ ઘટનામા ૬કામદારો ઘાયલ થયેલ જેઓને કંપની સંચાલકો દ્વારા વાપીની હરિયા હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા હતા,જાણકારી મળ્યા મુજબ ભીલોસા કંપનીમા દોઢ મહિનાથી મેનેજમેન્ટ અને મજુર તેમજ સિક્યોરીટી વચ્ચે બબાલ ચાલી રહી હતી,આ જુની અદાવતને કારણે આ મારામારી થઇ હોવાની જાણકારી મળી છે,
કંપનીના સંચાલકો દ્વારા પોલીસને પણ કોઈ જાતની જાણકારી આપવામા આવેલ નથી અને જે ઘાયલ કર્મચારી હતા તેઓને સેલવાસ સિવિલમા સારવાર માટે દાખલ કરવાને જગ્યાએ સીધા વાપીની હરિયા હોસ્પિટલમા લઇ જવામા આવ્યા છે, ભિલોસા કંપનીના મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ તેઓ દ્વારા પણ મીડિયાને કોઈ જાણકારી આપી ના હતી,ત્યારબાદ ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ મેનેજર મનીજ શર્માએ પણ યોગ્ય જવાબ આપ્યો ના હતો,
પ્રદેશમા કંપનીઓમા આવી તો ઘણીબધી ઘટનાઓ બનતી રહે છે,કંપનીવાળા પોલીસ અને પ્રસાશનથી બચવા આવી રીતે ઘાયલ કર્મચારીઓને સીધા વાપી કે મુંબઈ સારવાર માટે લઇ જાય છે,અને પોલીસ ફરિયાદ પણ નોંધાવતા નથી,લોકોમા એવી પણ ચર્ચા છે કે આ ધમાલ મેનેજમેન્ટ દ્વારા જ કરાવવામા આવી હોય એવુ લાગી રહ્યુ છે.