પંજાબના લુધીયાણાથી ૫૦૩ પેટી વિદેશી દારૂ રાજકોટમાં ઘુસાડે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો
શહેરમાં દારૂબંધીના કડક અમલ કરાવવા પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે શહેરના જુદા જુદા ત્રણ વિસ્તારમાં દા‚ અંગે દરોડા પાડી ચાર શખ્સોની ધરપકડ કરી છે. બેટી પાસેથી પંજાબના બે શખ્સોને ૫૦૩ પેટી વિદેશી દારૂ સાથે ગાંધીગ્રામના જીવંતીકાનગરના સિંધી શખ્સને ૧૧૬ બોટલ દા‚ સાથે અને નાણાવટી ચોકના મુસ્લીમ શખ્સને ૫ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે.
શહેરની ભાગોળે આવેલા કુવાડવા નજીકના બેટી ગામ નજીક પીબી૦૩એજે-૨૦૫૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો લાવવામાં આવ્યાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ એમ.એસ. મહેશ્વરી સહિતના સ્ટાફે બેટી ખાતે દરોડો પાડી રૂ.૨૧.૧૭ લાખની કિંમતની ૬૦૩૬ બોટલ વિદેશી દારૂ સાથે પંજાબના લુધીયાણા પાસે આવેલા ગુરકોટ ગામના ગુરુપ્રિતસિંહ બહાદુરસિંહ અને ગુરદિપસિંહ ગુરબકસિંહ નામના શખ્સોની ધરપકડ કરી છે. રૂ.૧૫ લાખની કિંમતનો ટ્રક કબજે કર્યો છે.
રેલનગર પાસે આવેલા સાધુ વાસવાણી કુંજ રહેતા અશોક ઉર્ફે અપલો મનુ મેલવાણી નામનો સિંધી શખસ વિદેશી દા‚નું વેંચાણ કરતો હોવાની અને ગાંધીગ્રામ વિસ્તારના જીવંતીકાનગરમાં ઓટો રીક્ષામાં ડિલેવરી કરવા જઈ રહ્યાંની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૨૭૨૦૦ની કિંમતની ૧૧૬ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી રૂ.૪૫૦૦૦ની કિંમતની નંબરની સીએનજી રીક્ષા કબજે કરી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નાણાવટી ચોકમાં પાસે પરમેશ્ર્વર સોસાયટીમાં રહેતા જુનેશ હુશેન સીપાઈ નામના શખ્સને રૂ.૨૬૦૦ની કિંમતની ૫ બોટલ વિદેશી દારૂ સાથે પીએસઆઈ એમ.વી. રબારી સહિતના સ્ટાફે ઝડપી લીધો છે.