સ્ટોન કેશરના બ્લાસ્ટીંગથી રહેણાંક મકાનોમાં મોટું નુકશાન: રોષે ભરાયેલા ગ્રામવાસીઓએ અધિક કલેકટર અને મામલતદારને આવેદન પાઠવ્યું
રાજકોટ જીલ્લાના અને રાજકોટ તાલુકાનું ગામ બેટી રામપરા પંથકમાં સ્ટોન કશરો દ્વારા તેમજ અન્ય ભઇડીયાઓ દ્વારા ગામમાં ગેરકાયદેસની સરકારી લીઝથી ખનીજ ચોરી કરતા હોય તેમજ ૧૦૦-૧૦૦ ફુટના ઉંડા બ્લાસ્ટીંગના કારણે લોકોના ઘરમાં મોટુ નુકશાન થવા પામ્યું છે. જેથી ગ્રામવાસીઓ રોષે ભરાયા હતા અને ગઇકાલે નાયબ કલેકટર અને મામલતદાર કચેરીએ જઇને આવેદન પાઠવ્યું હતું.
ગામની મુલાકાત લેતા તેમજ મળતી માહીતી મુજબ બેટી – રામપરા ગામે કૈલાસ સ્ટોન કશરના માલીક તેમજ અમર સ્ટોન ક્રશરના માલીક અને અન્ય ભઇડીયા દ્વારા ખનીજ ચોરી અને બપોરના સમયે ગામમાં ઊંડા બ્લોસ્ટીંગને કારણે લોકોના ઘરમાં તીરાડ પડી ગયેલ છે. તેમજ ઉપરના ભાગેથી પોપડા પડેલ છે. ઉપરાંત રાત-દિવસ સ્ટોન ક્રશર દ્વારા મશીનો ચલાવવાથી વાયુના પ્રદુષણ અને પાકને નુકશાન થાય છે
તેમ રહીશોએ જણાવ્યું હતું.
વધુમાં ગામના એક રહેવાસી શાન્તાબેનએ જણાવ્યું હતું કે બ્લાસ્ટીંગના કારણે મકાનમાં ખુબ જ મોટુ નુકશાન થાય છે મકાનો પણ પડી જશે જેની કોઇ ગંભીરતા લેવામાં આવતી નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્ટોન ક્રશર ચલાવતા લોકોને વાત કરતા તેઓ ધાકધમકીઓ આપે છે. અને ગેરવર્તુણક કરે છે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે.ગામ લોકોનું કહેવું છે કે ગ્રામ પંચાયતમાં તપાસ કરતા તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૦૮ પછી આ ભઇડીયાઓની લીઝ રીન્યુ થઇ નથી.
સરકારી લીઝ પુરી થઇ ગઇ હોવા છતાં આજદિન સુધી કોઇની ધાક-ધમકી કે બીક વગર ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભઇડીયા સામે કાયદેસરના પગલા લેવા રહીશોની માંગ છે.ગઇકાલે રાજકોટમાં નાયબ કલેકટર અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યા બાદ નાયબ કલેકટર વોરાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવશે નિયમ મુજબ એક ટીમ બેટી રામપરા પંથકમાં મોકલી કાયદેસરની તપાસ હાથ ધરાતા જો કાઇ ગેરકાયદેસરની લીઝ કે ખનીજ ચોરી પકડાશે તો યોગ્ય પગલા લેવામાં આવશે.