વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને પત્ર અર્પણ
આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ નિમિતે ’બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ જામનગરનાં અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારી ડો.વીપીન ગર્ગનાં માર્ગદર્શન હેઠળ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીની દેખરેખ હેઠળ આ દિવસની ઉજવણી જામજોધપુર ખાતે કરવામાં આવી હતી. “બેટી બચાઓ બેટી પઢાઓ” અંતર્ગતની રાજ્ય સરકારની ’વ્હાલી દીકરી યોજના’નાં લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા અને દીકરી વધામણાં કીટ આપવામાં આવી હતી અને સમાજમાં દીકરીનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે લોકોને સરકારની મહિલા સુરક્ષા અને કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧ મહિલા હેલ્પ લાઇન, પોલીએ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા તાલીમ કેન્દ્ર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના વગેરે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મહિલા શક્તિ કેન્દ્રના મહિલા કલ્યાણ અધિકારી ડો.વંદનાબેન સોલંકી, રૂકસાદબેન ગજણ, સખી વન સ્ટોપ સેન્ટરના ઉષાબેન, જામજોધપુર વિવિધલક્ષી મહિલા કેન્દ્રના સંચાલક કલ્પનાબેન, શ્રીસ્વામીનારાયણ માધ્યમિક શાળાના આચાર્ય વંસતભાઈ અને ગામલોકો હાજર રહ્યા હતા.