પોટેશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ કેમિકલનો આ સફેદ ટુકડો માત્ર દાઢી પત્યા પછી ઘસવાના કામમાં જ ની આવતો; બલ્કે એ વોટર-પ્યોરિફાયર, ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-પર્સ્પિરન્ટ અને ઍન્ટિ-સેપ્ટિક તરીકે પણ કામ આપે છે

પહેલાંના જમાનામાં વરસાદના પાણીને શુદ્ધ કરવા માટે ફટકડી નાખીને રાખવામાં આવતી. એનાી પાણીમાંનો મેલ, કચરો અને જંતુઓ નીચે બેસી જતાં અને ઉપરી પાણી ગાળી લેવાી એ શુદ્ધ ઈ જતું. હવે તો ફટકડી માંડ ક્યાંક વપરાતી જોવા મળે છે. સસ્તા નાઈને ત્યાં શેવિંગ કરવા જાઓ ત્યારે છેક છેલ્લે તે આફ્ટરશેવ લોશનને બદલે ફટકડીનો ટુકડો મોં પર ઘસે છે. શેવિંગ કર્યા પછી ક્યાંક પણ બ્લેડ વધુ ઘસાઈ ગઈ હોય કે ઘસરકો પડી ગયો હોય તો ફટકડી લગાવવાી ઝડપી લોહી બંધ ઈ જાય છે અને ઘા જલદી રુઝાય છે. આફ્ટરશેવ લોશનને બદલે ફટકડી વાપરવી વધુ હિતાવહ છે. સામાન્ય રીતે લોશનનો વધુ વપરાશ કરવાી તાત્કાલિક તો બહુ સારું લાગે છે, પણ લાંબા ગાળે ત્વચા કાળી પડવા લાગે છે. ફટકડીી ત્વચાનો મૂળ રંગ જળવાઈ રહે છે અને કોઈ પણ પ્રકારનો ઘસરકો ઝડપી પુરાય છે.

વોટર પ્યોરિફિકેશન

મોટી ઇન્ડસ્ટ્રીઓમાં અનેક જગ્યાએ પાણીના શુદ્ધીકરણ માટે ફટકડીનો ઉપયોગ ખૂબ મોટી માત્રામાં ાય છે, પણ હવે ઘરવપરાશની ચીજોમાં એનું નામ સાવ જ નાબૂદ ઈ ગયું છે. ફટકડી એટલે શું એ પણ હવે તો નવી જનરેશનને ખબર ની. આયુર્વેદમાં ફટકડીને ઍન્ટિ-સેપ્ટિક દ્રવ્ય મનાયું છે. પહેલાંના જમાનામાં લોકો લાંબા યાત્રાપ્રવાસમાં જતા ત્યારે સો ફટકડીનો ટુકડો રાખતા. પાણીમાં ફટકડીનો ટુકડો ફેરવવાી પાણીની તમામ અશુદ્ધિઓ નીચે બેસી જતી અને ઉપરનું ગાળેલું પાણી સ્વચ્છ અને પીવાલાયક બની જતું. બીજું, ક્યાંક પણ પડવા-આખડવાનું ાય તો ફટકડી નાખેલા પાણીી ઘા સાફ કરવાી એ  ઍન્ટિ-સેપ્ટિક લિક્વિડની ગરજ સારતું.

ફટકડી શું છે?

આ એક કેમિકલ કમ્પાઉન્ડ છે. એનું રાસાયણિક નામ છે પોટેશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ. સામાન્ય તાપમાને એ ગાંગડા એટલે કે ઘન સ્વરૂપે હોય છે અને પાણીમાં નાખવાી ઓગળી જાય છે. ગરમ કરવાી એ પીગળે છે અને વધુ ગરમ કરવાી પાણીના ભાગનું બાષ્પીભવન ઈને માત્ર પાઉડર જેવું રહે છે. ૨૦ી ૨૫ ગ્રામનો ફટકડીનો ગાંગડો ૨૦ી ૫૦ લિટર પાણીને સ્વચ્છ કરવા માટે પૂરતો છે. ઓછું ડહોળું પાણી હોય તો એની ઓછી માત્રા જોઈએ અને વધુ ગંદું પાણી હોય તો વધુ માત્રા. વોટર-પ્યોરિફિકેશન ઉપરાંત પણ અનેક ગુણ ફટકડી ધરાવે છે સહેજ હૂંફાળા ગરમ પાણીમાં ફટકડી ફેરવવાી પાણી સ્વચ્છ તો છે; સો એમાં ઍન્ટિ-સેપ્ટિક, ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-ફંગલ ગુણો પણ હોય છે. આ કેમિકલ હીમોસ્ટેટિટ એટલે કે વહેતા લોહીને બંધ કરવામાં મદદ કરે છે. ઍન્ટિ-પાયરેટિક એટલે કે તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન ઘટાડવામાં પણ ફાયદો કરે છે. જ્યારે પણ ઘામાંી લોહી વહી જતું હોય ત્યારે ફટકડીનો પાઉડર ડાયરેક્ટ લગાવવાી કે ફટકડી ફેરવેલા પાણીી એ ઘાને સાફ કરવામાં આવે તો બ્લડ-લોસ તો અટકે છે. વધુપડતો પરસેવો તો હોય તેમને પણ ફટકડીવાળા પાણીી નહાવાી ફાયદો ાય છે.

બોલબાલા

પોટેશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ કેમિકલ અનેક બ્યુટી અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં વપરાય છે. ખીલ માટેની ક્રીમ્સ, કરચલીઓ દૂર કરીને ત્વચા ટાઇટ કરતી ઍન્ટિ-એજિંગ પ્રોડક્ટ્સ, હેર-રિમૂવર લોશન તેમ જ ફેરનેસ ક્રીમ્સમાં પણ આ કેમિકલનો ઉપયોગ છે. જોકે યુવતીઓને કહીશું કે મોંઘાદીટ ક્રીમ્સ ખરીદવાને બદલે સાદી અને સસ્તી ફટકડીનો ગાંગડો લાવીને વાપરે તો એ તેમને માન્ય ની. શરીરને આંતરિક રીતે ડીટોક્સિફાય કરવાની સો-સો જો ફટકડીનો બાહ્ય પ્રયોગ કરવામાં આવે તો એ ખૂબ સારી અને સસ્તી ગરજ સારે છે. દોઢી બે ગ્લાસ ગરમ પાણીમાં બે ચપટી ફટકડીનો પાઉડર નાખીને ઉકાળવું. આ પાણી ઠારીને સહેજ હૂંફાળું હોય ત્યારે એનાી ચહેરો સાફ કરવામાં આવે તો ત્વચાની ઉપરની અશુદ્ધિઓ દૂર ાય છે, કરચલીઓ ઓછી ઈને ત્વચા ટાઇટ ાય છે, વર્ણ ખીલે છે અને ખીલ-ફોલ્લી જેવું વારંવાર તું હોય તો એ પણ મટે છે.

શેવિંગ પછી જેમ ફટકડી લગાવવામાં આવે છે એમ વેક્સ કરાવ્યા પછી ત્વચા પર ફટકડી ફેરવવાી ત્વચા સારી ાય છે.

ઓરલ હાઇજિન

ગળું બેસી ગયું હોય, મોંમાં બેક્ટેરિયાનો ગ્રો વધી જવાને કારણે વાસ આવતી હોય, કાકડા યા કરતા હોય ત્યારે ગરમ પાણીમાં ચપટીક ફટકડી અને એક ચમચી હળદર મેળવીને એના કોગળા કરવાનું કહેતાં ડો. રવિ કોઠારી કહે છે, કાકડા યા હોય ત્યારે ગળામાં દુખાવો તો હોય, સીઝનલ ઇન્ફેક્શનને કારણે ગળામાં ખિચખિચ યા કરતી હોય તો ફટકડીના પાણીના કોગળા બેસ્ટ છે.

આંખમાં તકલીફ

આંખ આવી હોય, આંજણી ઈ હોય કે વારંવાર ચીપિયાં બાઝતાં હોય તો આંખની સફાઈ માટે ફટકડી વાપરી શકાય છે. બોરિક પાઉડર અવા ફટકડી નાખેલા હૂંફાળા પાણીમાં રૂનું પૂમડું બોળીને એનાી આંખને સાફ કરવાી ઇન્ફેક્શન ઘટે છે, આંખમાં સોય ભોંકાતી હોય એવી તી પીડા ઘટે છે અને ઝડપી રિકવરી ાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.