ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્પષ્ટતા; કલેકટરે મંજુરી આપેલું એક પણ વાહન રોકવામાં નથી આવતું
ટ્રક ટ્રાન્સપોર્ટની દેશવ્યાપી હડતાલની આડમાં રાજકોટ શહેર-જિલ્લામાં ડુંગળી-બટેટાના વેપારીઓ બેફામ કાળાબજારી કરી રહયાં હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટમાં દૈનિક બટેટાની ધૂમ આવક થઈ રહી હોવા છતાં વેપારીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરી ૧૫ થી ૨૦ રૂપિયે કિલોગ્રામ મળતા બટેટાના ભાવ રાતોરાત ૩૦ થી ૩૫ સુધી પહોંચાડી દેતા આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસો.એ સ્પષ્ટતા કરી છે કે, તેમના તરફી એક પણ આવશ્યક ચીજ-વસ્તુઓની હેરફેર અટકાવવામાં આવી નથી.
છેલ્લા આઠ દિવસી સમગ્ર દેશમાં ટ્રક-ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પૈડા રુંભાવી દેવામાં આવ્યા છે. જો કે આ હડતાલમાં પેટ્રોલ, ડિઝલ, શાકભાજી સહિતની આવશ્યક ચીજ-વસ્તુઓની હેરફેર ચાલુ રાખવામાં આવી છે. આમ છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસી શાકભાજી અને ડુંગળી-બટેટાના વેપારીઓ દ્વારા ભાવોમાં બેફામ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ૧૫ થી ૨૦ રુંપિયે કિલોગ્રામ મળતા બટેટાના ભાવ એક જ ઝાટકે ૩૦ થી ૩૫ કરી દેવામાં આવ્યા છે અને તમામ વેપારીઓ ટ્રક હડતાલનું બહારનું ધરી ઉપરી માલ આવી ન રહ્યો હોવાી આ ભાવ પાછળ ટ્રક-ટ્રાન્સપોર્ટની હડતાલને જવાબદારી ગણાવી રહ્યાં છે.
બીજી તરફ આ મામલે રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના હસુભાઈ ભગદેવે જણાવ્યું હતું કે, આવશ્યક ચીજ-વસ્તુઓની હેરફેર રોકવામાં આવી નથી. જિલ્લા કલેકટરની મંજૂરીથી તમામ આવશ્યક ચીજ-વસ્તુઓનું હાલ પરિવહન થઈ રહ્યું છે તેઓએ તો ત્યાં સુધી ઉમેર્યું હતું કે, છેલ્લા બે જ દિવસમાં જિલ્લા કલેકટરની મંજૂરીથી ઓછામાં ઓછી ૪૦ થી ૪૨ ટ્રક બટેટાની ઠાલવવામાં આવી છે. જેથી બટેટાના ભાવ વધારા માટે ટ્રક-ટ્રાન્સપોર્ટની હડતાલ જવાબદાર નથી.