દાંતના રોગની શરૂઆતના તબકકામાં સારવાર થાય તો શ્રેષ્ઠ પરિણામ મળે
દાંતમાં સડો થતા રોકવા દરરોજ સવારે-રાત્રે બ્રશ કરવું જરૂરી: તબીબી
દાંતને સારી રીતે સાફ કરવા ફલોરાઇડ યુકત ટુથ પેસ્ટનો ઉપયોગ કરવો જોઇએ
પહેલાના સમયમાં મોટી ઉમરના લોકોના દાંત ખુબ જ મજબુત હતાં. તેની પાછળનું મુખ્ય કારણ દાંતની સારસંભાળ રાખતા જેથી કોઇ દિવસ દાંતમાં રોગ ન હતો. પહેલા લીોકો ખટરોટ, શેરડી, શેકેલા ચણા વગેરે ખાતા તો પણ દાંતને કહી થતું નહીં.
પરંતુ હાલમાં લોકોને પોચો ખોરાક ખાવો છે. દાંતને વધુ કસરત નથી કરાવી. જેના કારણે નાની ઉંમરથી જ દાંતમાં રોગ થાય જેમ કે સડો થવો, પાયેરીયા, પેઢા નબળા પડી જવા વગેરે થઇ શકે. જો સમયસર નિદાન કરવામાં ન આવે તો દાંત કે દાઢ કાઢવાનો વારો આવી શકે છે. તેથી ડેન્ટીસ જણાવે છેે કે દર છ મહિને દાંતનું ચેકઅપ કરવું જરુરી છે.
વાંકા ચૂકા દાંતને સીધા કરવા લોકો ટ્રીટમેન્ટ કરાવે જેમાં બ્રેસીસ લગાવી ટ્રીટમેન્ટ કરવામાં આવે. જે છ મહિનાથી અઢી વર્ષના સમયગાળા સુધીની ટ્રીટમેન્ટ હોય. બ્રેસીસમાં સીરામીક, અલાઈનસ, સ્ટીલના બેસીસ લગાવવામાં આવે. યુવા વર્ગ સૌથી વધુ વાંકાચુકા દાંતની ટ્રીટમેન્ટ કરાવતા હોય જેનાથી દાંત સેઈપમાં આવે.
ડ્હાપણ દાઢ આવે ત્યારે અસહ્ય દુ:ખાવો થવાના અનેક કારણો હોઈ શકે: ડો.જાનવી ઉપાધ્યાય
અબતક સાથેની વાતચીતમાં ડો. જાનવી ઉપાધ્યાય એ જણાવ્યું હતુકે બાળકોને છ માસથી અઢી વર્ષ સુધીમાં જેદાંત આવે તેને દુધિયા દાંત કહેવાય. સાત વર્ષથી પરમેન્નટ દાંત આવવાનું શરૂ થાય. 17 વર્ષથી ડાપણદાઢ આવે. પરંતુ અત્યારે બહુ ઓછા લોકોને ડાપણ દાઢ આવે. જયારે ડાપણ દાઢ આવે ત્યારે દુ:ખાવો થાય તેના ઘણા કારણો હોય આડી,ત્રાસી, કે પણ અડધી આવવી, જગ્યા ન હોય અને દાઢ આવે તો અસહ્ય દુ:ખાવો થઈ શકે. દાંતમાં ત્રણ લેયર હોઈ ઈનેમલ, ડેન્ટીન, પલ જેમાં ઘસારો આવે.
હોર્મોન્સમાં બદલાવ આવે તો પણ સેનસેટીવીટી થઈ શકે. બજારમાં સેનસેટીવીટી દૂર થાય તેવા પેસ્ટ ઉપલબ્ધ છે જેનાથી અમૂક અંશે ફેર પડી શકે. દાંતમાં સડો મૂળ સુધી ગયો હોયતો રૂટકેનાલ કરવું પડે. અને તેનાથી પણ સડો ન દૂર થાય તો દાંત કે દાઢ કાઢવી જ પડે. નાના બાળકોમાં નર્સીંગ બોટલ કેરીસ થઈ શકે. જેમાં બાળક રાત્રે બોટલમાં દુધ પી સુઈ જાય તો આખી રાત દરમિયાન સુગર ક્ધસપ્શન થાયતેના કારણે કેરીસ થઈ શકે. અને હવે લોકો બાળકોને ડેન્ટીસ પાસે લઈ આવે. જેનાથી પરમનન્ટ દાંત આવતી વખતે સમસ્યા ન રહે.
દર છ મહિને વર્ષે દાંતનું ચેકઅપ કરાવવું જોઇએ: ડો. હાર્દિક અજમેરા
‘અબતક’ સાથેની વાતચીત ઓથો ડેન્ટીસ ડો. હાર્દિક અમજેરાએ જણાવ્યું હતું કે બાળકને છ મહિનાથી અઢી વર્ષના સમયગાળા દરમિયાન જે દાંત આવે તેને દુધીયા દાંત કહેવાય, દાંત પડવા પાછળના ઘણા કારણો હોય જેમ કે દાંતની યોગ્ય કાળજી ન રાખીએ, દાંતમાં સરખુ બ્રશ ન થાય તો સડો થવો, પેઢા નબળા પડી જવા વગેરેના 65 વર્ષની ઉંમરે પેઢાનું સ્ટ્રકચર નબળુ પડતાં દાંત ધીમે ધીમે પડવા લાગે અને ચોકઠુ બેસાડવું પડે અથવા અત્યાધુનિક ઇમ્પલાન્ટ ટ્રીટમેન્ટથી તમામ દાંત-દાઢ ફીકસ બેસાડવામાં આવે. શરીરના બીજા અંગની જેમ દાંતનું પણ મહત્વ છે જો દાંત ન હોય તો જમવાની સમસ્યા થાય. સરખુ પાચન ન થાય.
પુરતા છાંત ન હોવાથી ન્યુટીશન ન મળે જેના કારણે સ્કીન, કેર, બોડી પર ઘણી અસર થાય. ડાપણની દાઢ 15 થી 17 વર્ષની ઉમરે આવવાની શરૂઆત થાય અને ર1 થી રર વર્ષની ઉમરે આવી જાય. ડાપણની દાઢ આવે ત્યારે ઘણી તકલીફ થાય તેના ઘણા કારણો હોય જડબાની સાઇઝ નાની થતી જાય છે, ફુડ હેબીટ જેમાં હાર્ડ ફુડની જગ્યાએ ચીઝ કે સોફટ વસ્તુઓ ખાઇએ છીએ. 50 થી 60 ટકા કેસમાં ડાપણ દાઢ આવતી જ નથી. દાંતમાં સડો થવો, કેવીટી કેરીસ થઇ શકે દાંતના ત્રણ લેયર હોય ઇનેમલ, ડેન્ટીન, પલ્પ પેઢામાં રસી થાય. દાંતની સફાઇ યોગ્ય રીતે ન થાય તો દાંતમાં સારી જામવા માંડે છે.
તેથી પેઢા નબળા પડવા માંડે જેને પાયોરીયાની બિમારી કહેવાય, ડાપણ દાઢની તકલીફ, પાણીમાં ફલોઇનનું ઇન્ટેક વધુ હોય તેથી નાના બાળકોને ડાઘ પડી જાય. બાળક માતાના ગર્ભમાં હોય તે અઢીથી ત્રણ માસનું હોય ત્યારથી જ દાંતનું બંધારણ ચાલુ થાય ત્યારે માતાને યોગ્ય ન્યુટ્રીશન મળવું જોઇએ. તે ન મળે તો બાળકને પોષણ ન મળે તો દાંત નબળા આવી શકે. જો બાળકમાં કેલ્સિયમની કમી હોય તો કાયમી દાંત નબળા આવે સડો થવાની શકયતા રહે.
આપણે ત્યાં લોકોમાં દાંત પ્રત્યેની સજાગતા નથી વધુ થાય ત્યારે ડેન્ટીસ પાસે જઇએ, પરંતુ દર છ મહિન કે વર્ષે ડેન્ટીસ પાસે દાંત ચેક કરાવવાથી અગાઉથી જ નિદાન શકય થઇ જાય.
સમયસર નિદાનથી દાંતના રોગોથી બચી શકાય: ડો.પ્રિયાંક કોટેચા
અબતક સાથેની વાતચીતમાં ડો. પ્રિયાંક કોટેચાએ જણાવ્યું કે જેમ શરીરના બિજા અંગોની જરૂરત છે. તેવી જ રીતે દાંતની પણ ખૂબજ જરૂરીયાત છે. દાંત ખોરાકને ચાવવાનું કામ કરે, જો દાતમાં સમસ્યા હશે, દાંત નહી હોયતો યોગ્ય પાચન થઈ શકશે.
નહિ દરેક વ્યકિતએ દરરોજ સવારે અને રાત્રે બ્રશ કરવું જ જોઈએ. અને કાંઈ પણ ખોરાક લીધા બાદ કોગળા કરવાથી દાંતમાં કચરો ફસાઈ નહી રહે અને સડો નહી થાય જો કચરો ફસાઈ જશે તો સડો થશે અને તેનું ધ્યાન ન આપીએ તો આગળ જતા દાંત-દાઢ કાઢવાનો વારો આવે. સોફટ બ્રાશનો ઉપયોગ કરવો જોઈએ. હાર્ડ બ્રશથી પેઢા છોલાઈ જશે.
લોકો ડેન્ટીસ પાસે સૌથી છેલ્લે જશે જયારે દાંત કે દાઢમાં અસહ્ય દુ:ખાવો થાય. પહેલા ઘર ગથ્થુ ઉપચાર થકી સારવાર મેળવવાનો પ્રયાસ કરે. પરંતુ જો સમયસર ડોકટર પાસે જવામાં આવે તો સરખી ટ્રીટમેન્ટ થઈ શકે અને ઘણી વખત મોડા આવવાથી દાંત કે દાઢ કાઢવાનો વારો આવે જો એવું ન કરવું હોય તો દર છ મહિને કે વર્ષે એક વખત ડેન્ટલ ચેકઅપ કરાવવું જ જોઈએ.
ગર્ભવતી બહેનોએ ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઇએ: ડો.જય પંડયા
‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. જય પંડયાએ જણાવ્યું હતું કે અમે અમારે ત્યાં સારવાર માટે આવતા દર્દીના દાંતના પ્રી ફોટોગ્રાફસ લઇ અને સારવાર બાદના ફોટોગ્રાફસ લઇ તેથી દર્દીને ખ્યાલ આવે કે મોઢામાં શું તકલીફ શું કરવું જોઇએ. કેવી રીતે મટાડી શકાય અને કેવું લાગશે. તે જાણકારી મેળવી શકે છે. અમે દાંત સાફ કરાવીથી લઇ દાંત ઇમ્પ્લાન્ટ કરવા સુધીની બધી ટ્રીટમેન્ટ કરીએ. દર છ મહિને કે વર્ષે દાંતનું ચેકઅપ કરાવવું જરુરી છે. જેના થકી વધુ અસર થાય મુશ્કેલી આવે તો તેના પહેલા જ નિદાન થઇ શકે અને સ્વાસ્થ્યની જાળવણી થઇ શકે. દાંતનું ખુબ જ મહત્વ છે.
સૌ પ્રથમ ચાવવાનું બીજું સ્માઇલ બીજા અંગો મારફત દાંતનું પણ મહત્વ વધુ છે. દાંત ન હોય તો ચાવવામાં તકલીફ થાય અને પાચન શકિત નબળી પડે. સોફટ ટુથ બ્રશનો ઉપયોગ કરવો જોઇએ. ટુથ પેસ્ટ રેગ્યુલર હોય તેનો ઉપયોગ કરી શકાય. દંતમંજનનો ઉપયોગ ન કરવો.
દિવસમાં બે વખત સવારે-રાત્રે બ્રશ કરવું જરુરી છે. ગર્ભવતિ બહેનોએ ડેન્ટલ ચેકઅપ કરાવવું જરુરી છે. તેઓએ એક મહિના સવારે અને રાત્રે બ્રશ કરવું જોઇએ. વાંકા ચૂકા દાંત ઘણા બધા લોકોનો મુખ્ય પ્રશ્ર્ન થઇ ગયો છે તેને સીધા કરવા ઘણી ટ્રીટમેન્ટ છે જેમાં કલીયર અલાઇમેન્ટ સીરામીક, સ્ટીલ બ્રેશીશ સહીતની ટ્રીટમેન્ટ કરી શકાય.
ઉપયોગથી વધુ સારી રીતે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરી શકાય છે: ડો. રાધિકા અજમેરા
ડો. રાધિકા અજમેરાએ જણાવ્યું હતું કે દાંતની સારવાર કરાવવાનું લોકો ટાળતા હોય છે. વધુ થાય ત્યારે જ ડેન્ટીસ પાસે આવે. લોકોને ડર હોય દાંત દુખશે, પરંતુ હવે નવી ટેકનોલોજી, મટીરીયલ અને નવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. દાંતમાં સડો થવો જે નાનાથી લઇ મોટા સૌ કોઇમાં જોવા મળે છે.
પેઢા નબળા પડવા કે પેઢામાં રોગ થાય તો તેને પાયોરીયા કહેવાય જેમાં વાસ આવવી તથા બ્રશ કરતી વખતે લોહી નીકળવા, સડો થયો હોય તો પહેલા નિદાનથી તેને ફીલ કરી શકાય. તેને અગવણીએ તો વધુ આગળ સળો જાય. અને રૂટકેનાલ કરવી પડે અને તો પણ ન સરખું થઇ શકે તો છેલ્લા દાંત કાઢવા પડે.
નાના બાળકોને ફલોરાઇડ ક્ધટેઇન્ટ વધુ હોય તેવા જ પેસ્ટ લેવા જણાવીએ. મોટા માટે કોઇપણ ટુથ પેસ્ટ ઉપયોગ કરી શકાય. જેમાં એબ્રેસીવ મટીરીયલ ઓછા હોય તે ટુથ પેસ્ટ લેવા જણાવીએ. સૌથી મહત્વનું છે બ્રશ કરવાની રીત લોકોને આદત હોય કે બ્રશ સીધુ ફેરવી અને બ્રશ થઇ ગયુ. પરંતુ બ્રશને વર્ટીકલ રીતે અને અંદરની બાજુ પણ બ્રશ કરવું અને સરકયુલર મોશનમાં કરવું જોઇએ. ત્યારે બરોબર દાંત સાફ થાય.
સરખી રીતે બ્રશ કરવામાં ન આવે તો દાંતમાં ક્ષાર, છારી જામી જાય જે બ્રશ કરવાથી ન નીકળે તેને ડેન્ટીસ પાસે કલીનીંગ કરાવવું જોઇએ. જેને સ્કેલીંગ અને પોીસીંગ કહીએ. જો તેના પર ઘ્યાન આપવામાં ન આવે તો તે ખુબ જ વધે અને પાયોરીયા (પેઢાના રોગ થાય) જયારે આપણે કાંઇ ખોરાક ખાઇએ ત્યારબાદ કોગળા કરવા જરુરી છે. દિવસમાં બે વખત બ્રશ કરવું જરુરી છે. અને દર છ મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઇએ જેથી વહેલી દાંતની સારવાર થઇ શકે.
લોકો દાંતનો દુ:ખાવો થાય ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરી ન મટે ત્યારે ડોકટર પાસે આવે: ડો.પાર્થ ભરાડ
અબતક સાથેની વાતચીતમાં ડો. પાર્થ ભરાડએ જણાવ્યું હતુકે દાંતની સારવાર માટે લોકો ખૂબજ મોડા આવતા હોય. જો પહેલેથી જ થોડી સમસ્યા હોય અને ડેન્ટીસ પાસે ચેકઅપ કરાવવામાં આવે તો તેની સચોટ સારવાર થઈ શકે પરંતુ લોકો દાંત માટે ઘરગથ્થુ નુસખા અપનાવી ઘરે ન જ સારૂ થાય ત્યારે આવે. ઘણી વખત દાંતને કાઢવાનો વારો આવે તેવું પણ બને. દિવસમાં બે વખત સોફટ બ્રેશના ઉપયોગથી બ્રશ કરવું જો વધુ વખત કરવામાં આવે તો દાતંમાં ઘસારો લાગે અને સેનસેટીવીટીની સમસ્યા થાય.
બ્રશીંગ કરતી વખતે ફીણા થવા જરૂરી છે. વધુ ઘસવાથી કચરો નહી નીકળે. બ્રશ કરવાથી ડાઘ સાફ નહી થાય. બ્રશ કરવાથી દાંતમાં ફસાયેલ કચરો જ નીકળશે. બજારમાં ઘણા ટુથપેસ્ટ મળે છે. પરંતુ મીનીમમ ફલોરાઈડ યુકત અને ફોમીંગ પેસ્ટ લેવા જોઈએ તેમાં કોઈ ક્રિસ્ટલ પાર્ટ ન હોવું જોઈએ. જયારે મીઠાઈ કે ચીઝ વાળા સ્કીટી ફૂડ ખાઈએ ત્યારે બ્રશ કરવું જરૂરી, પાન-માવા ખાવાની આદત છોડવી, બે વખત બ્રશ કરવાથક્ષ ડેન્ટલ પ્રોબ્લેમ નહી થાય. અત્યારે ડેન્ટલમાં ઘણી નવી ટેકનીક આવી છે.
પહેલા ચોકઠુ નીકળી શકે તેવી ટ્રીટમેન્ટ હતી આજે દાંજને ઈમ્પલાઈન્ટ પણ કરાવી શકાય. દાંતના ઈમ્પલાઈન્ટની ટ્રીટમેન્ટ કોસ્ટલી છે. જે દરેક લોકોને પોસાય તેશકય નથી. દરેક લોકોએ દરી છ મહિને ડેન્ટલ ચેકઅપ કરાવવું જોઈએ.