બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક અભિયાનો બદ પણ ગુજરાતમાં દિકરીઓના જન્મદરમાં ચિંતાજનક ઘટાડો નોધાયો છે. ૨૦૦૧ માં ૧૦૦૦ દિકરાઓ સામે ૮૮૬ જ દિકરીઓ હતી ત્યારે આ દૌર હજુ પણ જારી છે. ૨૦૦૭ અને ૨૦૧૪ નાં સેકસ રેશિયાની સરખામણી કરવામાં આવે તો ૧૦૦૦ દિકરાઓ સામે દિકરીઓના જન્મદરમાં વધારો થઇ તેની સંખ્યા ૯૦૦ એ પહોંચી હતી.
ત્યારે ગુજરાતમાં દિકરીઓના સેકસ રેશિયો અંગે ફરી ખતરાની ઘંટડી જણાઇ રહી છે. જેમાં પરિસ્થિતિ ૬૩ પોઇન્ટથી નબળી પડી છે. ૨૦૧૧-૧૩ ની સરખામણીએ ૨૦૧૪-૧૬ માં દિકરીઓના જન્મસ્તરમાં નોંધનીય ઘટાડો થયો છે. ગુજરાતમાં દર ૧૦૦૦ દિકરાઓ દીઠ ૨૦૧૧-૧૩ માં ૯૧૧ દિકરીઓ હતી તો ૨૦૧૪-૧૬ માં ૧૦૦૦ ની સામે ૮૪૮ દિકરીઓ હતી. ગુજરાત બાદ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રવેશ જેવા ક્ષેત્રોમાં દિકરીઓનો જન્મદર સૌથી વધુ ઘટયો છે. પરંતુ નિષ્ણાંતોના મતે એસઆરએસ ડેટા સેન્સર ડેટા જેટલા સચોટ નથી હતો માટે સરકારે હજુ ક્ધફોર્મ કરવાનું બાકી છે. પરંતુ આ રેશિયો મુજબ સ્ત્રીભૂણહત્યાના કિસ્સાઓમાં ખાસ ઘટાડો આવ્યો નથી. લોકોની માનસિકતાને બદલવી તે સરકાર માટે મોટો પડકાર છે. સરકારે અમે બે અમાર બે જેવા કેમ્પેઇનથી લોકોને સમજાવવાની યુકિત અજમાવી પરંતુ જો સંતાનમાં દિકરી જન્મે તો દિકરાની આશાએ લોકો ફરીથી તે વલણને અપનાવી લેતા હોય છે.