વિદ્યાર્થીનીઓને વીડિયો ફિલ્મ દ્વારા માહિતગાર કરવામાં આવી
દાદરાનગર હવેલીમાં મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા શકિત કેન્દ્ર પોષણ અભિયાન, સંકલીત બાળ સુરક્ષા યોજના સેલવાસ તેમજ વન સ્ટોપ સેન્ટર, રખોલીના સંયુકત ઉપક્રમે બેટીબચાઓ બેટી પઢાઓ અભ્યાસનું મહત્વ વિદ્યાર્થીઓ માટે મફત શિક્ષણ તેમજ હોસ્ટેલ વિષેની યોજનાઓ, ઔદ્યોગીક તાલીમ દ્વારા સ્વરોજગારીની તકો એચઆઈવી એડસ, લીવ ઈન રિલેશનશીપના ગેરકાયદા, મહિલા શકિત કેન્દ્રની કાર્યરત મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન તેમજ વન સ્ટોપ સેન્ટર, બાળ સુરક્ષા તેમજ બાળ અધિકારો પોષણ સુરક્ષા તેમજ બાળ અધિકારો, પોષણનું મહત્વ પૌષ્ટીક ખોરાક તેમજ સ્વચ્છતાના મહત્વ વિષય પર ફલીડી વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિડિયો બતાવવામાં આવ્યો આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહિલા કલ્યાણ અધિકારી મીનાબેન ચંદારાણા દ્વારા કરાયું જેમાં મુખ્ય વકતા દિપ્તીબેન ચૌધરીએ માહિતી આપી હતી.